________________
७५८
श्री मल्लिनाथ चरित्र सचिवोऽप्यब्रवीद् देव !, बहवोऽभिग्रहाः श्रुताः । तथ्यवाद्यभिधो वक्तोपाध्यायः सर्वशास्त्रवित् ॥१०१०॥ भूपोऽप्यथ समाहूयाऽध्यापकं तथ्यवादितनम् । वीरस्याभिग्रहं चारु, विचारय यथामति ॥१०११॥ अर्थ्यन्ते सर्वधर्माणामाचारास्तव शासने । तन्मध्यात् केनचिद् भर्ता, विधाता पारणाविधिम् ॥१०१२॥ अध्यापकोऽप्यभाषिष्ट, भूयांसोऽभिग्रहाः खलु । द्रव्यक्षेत्रकालभावभेदात् संयमिनां मताः ॥१०१३।। ते चामी - महर्षिः कोऽपि कुन्तेन, प्रोतैः संख्यातमण्डकैः । सादिना दीयमानैश्च, विधत्ते पारणाविधिम् ॥१०१४।।
આ પ્રમાણે રાજનું કથન સાંભળી પ્રધાન બોલ્યો કે, હે રાજન ! અભિગ્રહો તો શાસ્ત્રમાં અનેક પ્રકારના સાંભળવામાં આવ્યા છે. તે સર્વ શાસ્ત્રના જાણકાર તથ્યવાદી ઉપાધ્યાય આપણને કહેશે. (૧૦૧૦)
એટલે રાજાએ તરત જ તથ્યવાદી અધ્યાપકને બોલાવ્યા અને કહ્યું કે, “વીરભગવંતના અભિગ્રહનો બરાબર યથામતિ વિચાર કરો. (૧૦૧૧)
ધર્મસંબંધી સર્વ આચારો તમે જાણો છો. તો તેમાંથી ક્યા પ્રકારે ભગવંત પારણું કરશે તે વિચારીને કહો ? (૧૦૧૨)
આ પ્રમાણે સાંભળી ઉપાધ્યાય બોલ્યા કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી સંયમીઓને માટે ઘણી જાતના અભિગ્રહો કહેવામાં આવેલા છે (૧૦૧૩)
તેમાં કોઈ મહર્ષિ ભાલામાં પરોવાયેલા અને કોઈ ઘોડેસવારથી