________________
સમમ: સ
प्रभाते प्रेयसि ! ज्ञात्वाऽभिग्रहं चरमेशितुः । पारणां कारयिष्यामि, शरीरग्लानिहारिणीम् ||१००६ ||
राजा सचिवमाहूय, वीरवृत्तं यथातथम् । सविस्तरमुवाचाऽर्हद्भक्तिकञ्चुकचञ्चरः ॥१००७॥
धिग् धिग् नश्चतुरो मासान् वसंस्तपसि तत्परः । प्रभुर्नो वन्दितो नैव, ज्ञातोऽपि ज्ञातनन्दनः || १००८ || विज्ञेयोऽभिग्रहो भर्तुः कथञ्चिदपि धीधन ! | पारणं कारणीयश्च, नान्यथा श्राद्धताऽपि का ? ॥१००९॥
७५७
કર્યો તે બહુ સારૂં કર્યું. તેથી સ્ત્રી પુરુષનો મંત્રી, મંત્ર કે ગુરૂ છે એ હકીકત સિદ્ધ થઈ છે. હે પ્રિયે ! આ પ્રમાણે મને જાગૃત કર્યો છે. (૧૦૦૫)
તો હવે પ્રભાતે ભગવંતના અભિગ્રહને જાણી તેમના શરીરની ગ્લાનિને દૂર કરનાર પારણું હું તેમને કરાવીશ.” (૧૦૦૬) પ્રધાનને કરેલી આશા.
પછી પ્રધાનને બોલાવી ભગવંતની ભક્તિથી રોમાંચિત થયેલા રાજાએ વીરપ્રભુનો યથાતથ્ય વૃત્તાંત સવિસ્તર તેને કહી સંભળાવ્યો અને કહ્યું કે, (૧૦૦૭)
“અહો ! આપણને ધિક્કાર છે કે ચારમાસથી તપસ્યા કરતાં પ્રભુને આપણે વંદન પણ ન કર્યા અને તેમના અભિગ્રહને જાણવાની પણ દરકાર કરી નહિ. (૧૦૦૮)
માટે હે પ્રધાન ! ગમે તે રીતે ભગવંતનો અભિગ્રહ જાણવો જોઈએ અને તેમને પારણું કરાવવું જોઈએ. નહિ તો આપણું શ્રાવકપણું શા કામનું ?' (૧૦૦૯)