________________
७५४
श्री मल्लिनाथ चरित्र अधन्या मन्दभाग्याऽहमसंपूर्णमनोरथा । यथागतः तथागच्छत्येष चिन्तामणिः श्रिया ॥९९१।। एवं खेदपरां नन्दां, दास्यूचेऽयं दिने दिने । आयाति याति च स्वामी, तद्धतुरवगम्यताम् ॥९९२।। इत्थमाकर्ण्य नन्दाऽपि, सखेदा पत्युरग्रतः । वीरस्याऽनात्तभिक्षत्वं, कथयामासुषी तदा ॥९९३॥ परचित्तोपलक्षिण्या, किं कार्यं भवतां धिया ? । यदसौ जगतां नाथो, गृहमायाति याति च ॥९९४।। जानात्वभिग्रहं प्रेयान्, दुर्लक्षे धीप्रयोगतः । सर्वज्ञेनेव कार्याणि, ज्ञायन्ते भवता धिया ॥९९५॥ મંદભાગ્યવાળી અને અપૂર્ણમનોરથવાળી રહી છે જેથી ચિંતામણિસમ ભગવંત મારા ઘરે ચાલીને જેમ આવ્યા તેમ પાછા ચાલ્યા ગયા.” (૯૯૧)
આ પ્રમાણે ખેદ ધારણ કરતી નંદાને જોઈ એક દાસી બોલી કે, “આ ભગવંત દરરોજ આવી ભિક્ષા લીધા વિના પાછા ચાલ્યા જાય છે. માટે તેના કારણની તાપસ કરો.” (૯૯૨)
નંદાએ ખેદપૂર્વક પ્રભુ ભિક્ષા લીધા સિવાય પાછા ગયાની વાત પોતાના પતિને કહી સંભળાવી અને આક્ષેપપૂર્વક કહેવા લાગી કે, (૯૯૩)
પરના મનને જાણનારી આપની બુદ્ધિ શા કામની કે જગતના નાથ ઘરે આવીને પાછા ચાલ્યા જાય ? (૯૯૪)
માટે હે સ્વામિન્ ! એમનો અભિગ્રહ દુર્લક્ષ છતાં બુદ્ધિના પ્રયોગથી તે જાણો. કેમ કે સર્વજ્ઞની જેમ આપ બુદ્ધિથી અનેક