________________
श्री मल्लिनाथ चरित्र
७५०
तुर्यं शिक्षाव्रतं प्राहुतिथेः संविभागतः । प्राप्ताय साधवे काले, दानात् प्रासुकवस्तुनः ॥९७३||
अतिथेः संविभागः स्यादेतद्व्रतनिषेवणात् ।
भाविनी चन्दना वीरतीर्थे निर्वाणगामिनी ॥ ९७४ ॥ तथाहि
इक्ष्वाकुवंशसिद्धार्थनन्दनः पावनाकृतिः । સુવર્ણવર્ગહવિર:, સિહા સિંહવિક્રમ: ।।૧।।
गृहीतचारुचारित्रश्छद्मस्थः छद्मवज्जितः । विहरन्नगरीं प्राप, कौशम्बीं चरमो जिनः ||९७६ ॥ युग्मम्
-
જેથી શ્રાવકધર્મ સમગ્ર રીતે પૂર્ણ થાય. (૯૭૨)
એટલે ભગવંત બોલ્યા કે, “અતિથિને સંવિભાગ આપવુંદાન દેવું, તે ચોથું શિક્ષાવ્રત ગણાય છે. અવસરે આવેલા સાધુને પ્રાસુક અન્નપાન, વસ્ત્ર, પાત્રાદિ વસ્તુનું દાન આપવાથી અતિથિસંવિભાગવ્રતનું આરાધન થાય છે. (૯૭૩)
એ વ્રતનું સેવન કરતાં ચરમજિનેશ્વરનાં શાસનમાં ચંદના (ચંદનબાળા) મોક્ષ પામશે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. (૯૭૪)
મુનિદાન ઉપર ચંદનબાળાની કથા
ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા, સિદ્ધાર્થ રાજાના નંદન, પવિત્રાકારવાળા, સુવર્ણસમ કાંતિથી દેદીપ્યમાન, સિંહ સમ પરાક્રમી, (૯૭૫)
સિંહલંછનથી શોભિત, મનોહ૨-ચારિત્રધારી, છળ-કપટ વિનાના છદ્મસ્થપણે વિચરતા ચરમ જિનેશ્વર શ્રી મહાવીરસ્વામી વિહાર કરતા એકવાર કૌશાંબીનગરીમાં પધાર્યા. (૯૭૬)