________________
७५१
સનમ: : तत्र राजा शतानीकः, शतानीकजिताहितः । सुता चेटकराजस्य, तस्य देवी मृगावती ॥९७७॥ सुगुप्तः सचिवस्तस्य, नन्दाख्या तस्य गेहिनी । सुवयस्या मृगावत्याः, परमप्रीतिभूरभूत् ॥९७८।। श्रेष्ठी धनावहस्तत्र, धनैर्धनदसन्निभः । मूलाख्या प्रेयसी तस्य, गृहकर्मधुरन्धरा ॥९७९॥ अत्रार्हन् पौषमासस्य, श्यामले प्रतिपद्दिने । जग्राहाऽभिग्रहममुं, दुर्गाह्यमितरैर्जनैः ॥९८०॥ मुण्डिता लोहनिगडबद्धपादा तप:परा । रुदती सुदती किञ्चिन्, मन्युना राजपुत्रिका ॥९८१॥
ત્યાં શત્રુઓની સેંકડો સેનાઓને જીતનાર શતાનિક રાજા રાજ્ય કરતો હતો. અને ચેડારાજાની પુત્રી મૃગાવતી તેની રાણી હતી (૯૭૭)
તે રાજાને સુગુપ્તનામે પ્રધાન હતો. તેની નંદા નામે પત્ની હતી તે મૃગાવતી રાણીની પરમસખી અને પરમપ્રીતિનું ભાન હતી. (૯૭૮)
તે નગરીમાં ધનમાં ધનદ (કુબેર) સમાન ધનાવહ નામે શેઠ રહેતો હતો. ગૃહકાર્યમાં ધુરંધર મૂળા નામે તે શેઠની પત્ની હતી. (૯૭૯)
ચરમતીર્થપતિનું કૌસાંબીનગરીમાં આગમન. એકવાર પોષ માસની વદ-૧) કૃષ્ણપ્રતિપદાને દિવસે ઈતરજનોને દુર્ગુહ્ય ભગવંતે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે, (૯૮૦)
લોખંડની સાંકળમાં જેના બંને પગ બાંધેલા હોય, (૨)