________________
७४७
સપ્તમ: સા: तं दृष्ट्वा धन्व धन्वेति, भाषमाणं मुहुर्मुहुः । भवन्तं वीक्ष्य त्वत्पत्नी, प्रोचे वाचं मिताक्षरम् ॥९५८।। नाथ ! सन्यस्तशस्त्रस्य, पौषधव्रतशालिनः । जन्तोर्घातं न दातुं ते, युज्यते जैनसाधुवत् ॥९५९।। सहस्वोपसर्गममुं, कर्मेन्धनहुताशनम् । येन ते शिवशर्माणि, भावीनि करगोचरे ॥९६०।। श्रुत्वैवं वचनं चारुगुरुवाक्यमिवापरम् । भवान् क्षान्तिवरागारे, स्थितः साम्यमहाधनः ॥९६१॥ ततः सिंहेन दुःसह्यं, भवान् शिरसि ताडितः । अनित्यतादिभावज्ञ, इत्याशु ध्यानवान् भवान् ॥९६२॥
પૌષધાલયમાં આવ્યો. (૯૫૭)
તેને જોઈ ધનુષ્ય, ધનુષ્ય એમ વારંવાર બોલતા તને જોઈને તારી પત્નીએ મીતાક્ષરમાં તને કહ્યું કે, (૯૫૮)
હે નાથ ! જૈન સાધુની જેમ પૌષધવ્રતધારી તમારે શસ્ત્રગ્રહણ કરી જીવનો ઘાત કરવો ઉચિત નથી. (૯૫૯).
માટે કર્મરૂપ ઇંધનને બાળવા અગ્નિ સમાન આ ઉપસર્ગને સહન કરો કે જેથી મોક્ષનું સુખ હસ્તગોચર થાય.” (૯૬૦)
આ પ્રમાણે ગુરુવાક્યની જેવા હિતકર તેના વચન સાંભળી તું સમતા ધારણ કરી ક્ષમામાં સ્થિત થયો. (૯૬૧)
સિંહે તારી પાસે આવી તને સર્ણ રીતે મસ્તકમાં પ્રહાર કર્યો. તે સમયે અનિત્યાદિ ભાવના જાણકાર તે વિચાર કર્યો કે, (૯૬૨)
“હે જીવ ! પૂર્વે નરકમાં તે જે કષ્ટ સહન કર્યું તેની આગળ