________________
અથ ષષ્ઠ: સર્ચ: ।
योलङ्केशविलोपनव्रतधरो रौद्रं च धर्मं भजन् संप्राप्तः सकलत्र एव तपसे ताताऽनुमत्यावने । राज्यप्राज्यसुखोत्सवस्य विमुखो रामावतारो जिन: स श्रीमल्लिरपौरुषेयचरितः पायादपायाज्जगत् ॥१॥ अथारभत विश्वेशः, क्लेशनाशाय देशनाम् । गिरा संदेहहारिण्या, पञ्चत्रिंशद्गुणस्पृशा ॥२॥
છઠ્ઠો સર્ગ
સર્ગ છઠ્ઠામાં દર્શિત કથાની સુનવાણી
શ્રીમલ્લિનાથજીએ આપેલી આશ્રવનિરોધિની સંવરવર્ધિની વિરાગોત્પાદિની સંવેગજનની દેશના સમ્યક્ત્વ ઉપર પ્રકાશિત દવદંતીની વિસ્તીર્ણ કથા
વચનાતિશયથી શોભતા પ્રભુની દેશના.
જે કેશનો લોચ કરી વ્રતને ધારણ કરતા (લંકેશનો નાશ કરવાના નિયમને ધરનાર) મહા આકરા (રૌદ્ર) ધર્મને ભજતા (ભયંકર ધનુષ્યને ધારણ કરનારા) સર્વનું રક્ષણ કરવાને ઇચ્છતા, તાતની અનુમતિથી દીક્ષા લેવાને (સીતા સહિત તાપસ થઈને વનમાં રહેવાને) વનમાં પ્રાપ્ત થયેલા, રાજ્યના પ્રાજ્ય સુખોત્સવથી વિમુખ એવા રામાવતાર (સ્રીરૂપ) અને જેનું લોકોત્તર ચરિત્ર છે એવા શ્રીમલ્લિનાથ ભગવંત જગતને સંકટથી બચાવો.” (આ શ્લોકમાંના વિશેષણો શ્રી મલ્લિનાથને તથા રામચંદ્રને બંનેને ઘટી શકે છે.) (૧)
પછી ભગવંત ક્લેશનો નાશ કરવા પાંત્રીશ ગુણયુક્ત અને
—
-