________________
७१३
સ : સ:
चर्मकारं समाहूतं, ताराचन्द्रोऽप्यभाषत । कैमर्थ्यक्येन पण्यं मे, दीयमानं निषेधसि ? ॥७९४।। चर्मकृत्तमुवाचेति, यावदस्मि न तोषितः । त्वया क्रयाणकं नैव, तावद् देयं हि कस्यचित् ॥७९५।। ताराचन्द्रोऽथ न्यगददिदं चर्मकृतां वर ! । अमुष्य रत्नचन्द्रस्य, नरेन्द्रस्य सुतोऽजनि ॥७९६।। तस्य जन्मनि तुष्टस्त्वं, नवेति वद कद्वद ? । सोऽप्युवाच सखे ! तुष्टः, संजातोऽहं गिरा तव ॥७९७।। ताराचन्द्रो नरेन्द्रस्य, प्रणम्य क्रमपङ्कजम् । एतद्ग्रहत्रयीमुक्तो, व्यवहारपरोऽजनि ॥७९८।।
પછી મોચીને સભા સમક્ષ બોલાવી તારાચંદ્ર શેઠે કહ્યું કે, “મારા કરિયાણાના વેચાણને શા માટે અટકાવે છે ?” (૭૯૪)
એટલે તે મોચી બોલ્યો કે, “જ્યાં સુધી મને સંતુષ્ટ કર્યો નથી ત્યાં સુધી તમારાથી કરિયાણું વેચાશે નહિ” (૭૯૫)
એટલે તારાચંદ્ર શેઠ બોલ્યા કે- “હે મોચી ! આ રત્નચંદ્ર રાજાને ઘરે પુત્ર અવતર્યો છે. (૭૯૬)
કહે એના જન્મથી તને સંતોષ છે કે નહિ ? તે બોલ્યો કે હે મિત્ર ! તે હકીકત સાંભળી હું સંતુષ્ટ (ખુશી) થયો છું.” આમ કહી તે ચાલ્યો ગયો. (૭૯૭)
પછી તારાચંદ્ર શેઠ નગરના રાજાના ચરણકમલને નમસ્કાર કરી ત્રણગ્રહથી મુક્ત થઈ વ્યવહાર પરાયણ થયો. (૭૯૮)
હવે એકવાર એ નગરમાં રહેનારો ધન નામનો કોઈ જુગારી