________________
७१२
श्री मल्लिनाथ चरित्र राज्ञोक्तं शोभनं वक्ति, मन्त्र्ययं नयकोविदः । ताराचन्द्रस्ततः प्राह, युक्तमुक्तं विपश्चिता ॥७८९।। राजन् ! मे मन्दिरे नूनं, सहस्राणि दृशां नृणाम् । त्वन्मध्यपतितं नेत्रं, न जाने हन्त ! निश्चितम् ॥७९०।। त्वं वामलोचनं मन्त्रिन् !, समुद्धृत्य समर्पय । येनोपलक्ष्यते पूर्णं, विदधामि मनोरथम् ॥७९१।। विहस्याऽथ नृपोऽवादीद्, युक्तियुक्तं वदत्ययम् । उपलक्ष्य यतः कर्ता, नेत्रार्पणविधिं ननु ॥७९२॥ अहो ! मतिप्रपञ्चोऽस्य, यच्चक्रेऽहं निरुत्तरः । विचिन्त्येति स मायावी, मौनमाश्रित्य निर्गतः ।।७९३॥ બરોબર છે (૭૮૯)
પરંતુ હે રાજન્ ! મારા ઘરે હજારો માણસોની હજારો આંખો ગિરવે રાખેલી છે. તેથી અંદર પડી ગયેલી હોવાથી એની આંખ મારા ઓળખવામાં આવતી નથી (૭૯૦)
માટે જે એ મંત્રી મને પોતાની ડાબી આંખ આપે કે જેથી બરાબર તેની સાથે મેળવી હું એની જમણી આંખ તેને આપું. (૭૯૧)
શેઠનો ઉત્તર સાંભળી રાજાએ મંત્રીને કહ્યું કે, “આ શેઠ બરાબર યુક્તિપૂર્વક બોલે છે માટે તારા ડાબા નેત્ર સાથે મેળવીને તારું જમણું નેત્ર તને પાછું આપશે.” (૭૯૨)
એટલે મંત્રીએ વિચાર કર્યો કે "અહો ! એણે બુદ્ધિના પ્રપંચથી મને નિરુત્તર કર્યો.” આ પ્રમાણે ચિંતવીને તે માયાવી મૌન ધરી ત્યાંથી ચાલ્યો ગયો. (૭૯૩)