________________
७०२
श्री मल्लिनाथ चरित्र एवमुक्त्वाऽगमच्चर्मकारः कारुककूटधीः । जगाम नगरस्यान्तस्ताराचन्द्रोऽपि शस्यरूपया ॥७४१।। दृष्टो मदनमञ्जर्या, वेश्यया शस्यरूपया । लक्षीकृतः कटाक्षाणां, स साक्षाद्दिवसात्यये ॥७४२।। आनायितो गृहे श्रेष्ठी, प्रेष्य चेटी सुलोचनाम् । स्नपितो भोजितो भक्त्या, परमानन्दमेदुराम् ॥७४३।। एवं निवसतस्तस्य, कियन्त्यपि दिनान्यगुः ।
ચેઘુ: સ તથા પૃષ્ઠ:, વિહી ત: ? ||૭૪૪ll ततस्तेन स्ववृत्तान्तः, समीचीनो निवेदितः ।
साऽवोचद् विपदः प्राप्तौ, खेदः कार्यों न कोविदः ॥७४५।। ગયો. તારાચંદ્ર શેઠ ચિંતાતુર મને નગરમાં ભમવા લાગ્યો. ભમતો ભમતો તે વેશ્યાઓના ઘર તરફ ગયો. (૭૪૧)
ત્યાં પ્રશસ્ત રૂપવતી મદનમંજરી નામની વેશ્યાએ તેને જોયો. એટલે તેણીએ શેઠની સામે કટાક્ષપાત કર્યો (૭૪૨)
અને પોતાની સુલોચના દાસીને મોકલી તેણે શેઠને પોતાના ઘરમાં બોલાવ્યા. પછી પરમાનંદપૂર્વક તેણીએ શેઠને સ્નાન તથા ભોજન કરાવ્યું. (૭૪૩)
એ પ્રમાણે વેશ્યાને ત્યાં રહેતા આનંદપૂર્વક કેટલાક દિવસો પસાર થયા. એકદિન વેશ્યાએ તેને પૂછ્યું કે, “અહીં તમે શા માટે આવ્યા છો ? (૭૪૪)
એટલે તેણે પોતાનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો તે સાંભળી વેશ્યા બોલી કે “વિપત્તિ આવતાં સુજ્ઞજનોએ ખેદ ન કરવો. (૭૪૫)