________________
७०१
સ : સ:
चर्मकारस्ततः प्राह, कि मे दास्यथ वेतनम ? । पोतनाथ उवाच त्वां, तोषयिष्यामि सर्वथा ॥७३६।। कृतकार्यममुं दृष्ट्वा, सोऽथाऽवोचत रूपकम् । द्रम्मं द्रम्माष्टकं द्रम्मशतं वा त्वं गृहाण भोः ! ॥७३७॥ ततो द्रम्मसहस्रेषु, दीयमानेषु तेन तु । नायं सन्तोषवान् जातः, किं पुनर्भूरिवाञ्छकः ? ॥७३८॥ अथोचे चर्मकृद् श्रेष्ठिन् !, पोतपण्यं ममाखिलम् । यद्यर्पयसि तत्तोषो, जायते मम नान्यथा ॥७३९॥ ममानुज्ञां विना पण्यं, चेद्विक्रेष्यसि किञ्चन । तद् भूपाज्ञाविभङ्गस्य, कारयिष्यामि कारणम् ॥७४०॥ કરીશ.” (૭૩૬)
હવે મોચીએ કામ પૂરું કર્યું એટલે શેઠે તેને એક રૂપીયો આપવા માંડ્યો. મોચીએ ન લીધો. તે તો કહે “મને ખુશી કરવાનું કહ્યું છે માટે મને ખુશી કરો.” શેઠ વચનથી બંધાયેલ હતા તેથી સો રૂપિયા આપવા માંડ્યા. (૭૩૭).
છેવટે હજાર આપવા માંડ્યા તો પણ તે સંતુષ્ટ ન થયો. એટલે શેઠે પૂછ્યું કે, તારે વધારે શું જોઈએ ? (૭૩૮)
તે બોલ્યો કે, “હે શેઠ ! આ વહાણમાંની બધી વસ્તુ મને આપી દો. તો મને સંતોષ થાય. અન્યથા હું રાજી થાઉં નહીં. (૭૩૯)
અને હવે મારી રજા વિના જો આમાંની કાંઈ પણ વસ્તુ વેચશો તો હું તમને રાજાની આજ્ઞાભંગનો દંડ અપાવીશ. (૭૪૦)
આમ રાજાની આણ આપી ફૂટબુદ્ધિવાળો તે મોચી ચાલ્યો