________________
૭૦૦
श्री मल्लिनाथ चरित्र मत्पुण्यैस्त्वमिहायातः, स्वर्णलक्षमिदं सखे ! । गृहाणाऽर्पय मे चक्षुर्व्यवहारं प्रवर्तय ॥७३२॥ दत्ते मे लोचने भद्र !, कर्तव्यो भाण्डविक्रयः । आहारे व्यवहारे च, सज्जा लज्जा सतां न यत् ॥७३३॥ इत्युक्त्वा सचिवे याते, विमनाः पोतनायकः । चिन्तया रजनीयामयुगं युगमिवाऽनयत् ॥७३४।। मायामयो महामायः, पर्यटस्तत्कुटीतटे । आगात् सन्धापयाञ्चक्रे, वणिजो पादरक्षणम् ॥७३५॥
અહો ! દ્રવ્યથી શું થતું નથી. હે સખે ! મારા ભાગ્યયોગે તું અહીં આવી ચડ્યો. માટે હવે લાખ સોનામહોર લઈ મને મારું જમણું નેત્ર પાછું આપ કે જેથી મારો વ્યવહાર બરાબર ચાલી શકે. (૭૩૨)
હે ભદ્ર ! મને નેત્ર આપ્યા પછી તારે તારા કરિયાણાનો વિક્રય કરવો. કારણ કે સજ્જનો આહાર અને વ્યવહારમાં લજ્જા રાખતા નથી. (૭૩૩)
આ પ્રમાણે કહી તે પ્રધાન પોતાને ઠેકાણે ગયો. એટલે તારાચંદ્ર શેઠ ચિંતામાં પડી ગયા અને યુગની જેમ રાત્રિના પાછલા બે પ્રહર વ્યતીત કર્યા. (૭૩૪).
બીજે દિવસે મહામાયાવી પેલો માયામય મોચી ભમતો ભમતો શેઠના તંબુ આગળ આવ્યો અને તેણે શેઠના જોડા સાંધવા માંડ્યા. (૭૩૫)
સાંધતા સાંધતા તે મોચી બોલ્યો કે, “હે શેઠ ! મને જોડા સાંધવાનું શું મૂલ્ય આપશો ? એટલે શેઠે કહ્યું કે, તને ખુશી