________________
६९९
સક્ષમ: સf: उचितप्रतिप्रत्त्याऽसौ, ताराचन्द्रेण विष्टरे । उपविश्य पप्रच्छेऽथ, स्वागतं मन्त्रिणेऽन्तिके ॥७२७।। मन्त्रिणा वार्तावसरे, भणितं क्रूरचेतसा । पुराऽहं चौरवत् क्षिप्तश्चारके जगतीभुजा ॥७२८।। तस्मात् कथञ्चिद् नष्ट्वाऽहं पोतादुत्तीर्य सागरम् । पुरं भोगपुरं प्राप, त्वत्पितुः सदनं स्थितः ॥७२९॥ मया समक्षं लोकानां, चक्षुर्मुक्त्वाऽथ दक्षिणम् । जगृहे स्वर्णलक्षश्च, ततोऽत्राऽऽगां नृपान्तिके ॥७३०॥ तन्मङ्गल्यपदे दत्वा, क्षमयित्वा स्वदुर्नयम् । पूर्ववत्सचिवो जातो, द्रव्यात् किं न प्रजायते ? ॥७३१।।
એટલે તારાચંદ્ર તેનો ઉચિત સત્કાર કરી આસન પર બેસાડીને સ્વાગત પૂછ્યું. (૭૨૭)
પછી વાતોના પ્રસંગમાં ક્રૂર મનવાળા મંત્રીએ કહ્યું કે, “પૂર્વે અહોના રાજાએ મને ચોરની જેમ કેદખાનામાં નાંખ્યો હતો (૭૨૮)
ત્યાંથી કોઈક રીતે ભાગી જઈ વહાણના યોગે સમુદ્રના પેલે પાર જઈ હું ભોગપુર નગરે પહોંચ્યા હતા. અને ત્યાં તમારા પિતાને ઘરે જ રહ્યો હતો. (૭૨૯)
પછી બધા લોકોની સાક્ષીએ મેં મારી જમણી આંખ તેમની પાસે ધરેણે (ગીરો) મૂકીને એક લાખ સોનામહોર લીધી હતી. પછી હું ત્યાંથી અહીં આવ્યો. (૭૩૦)
અને તે સોનામહોર અહીંના રાજાને ભેટ આપી. મારો પૂર્વનો અપરાધ ખમાવી હું પાછો પ્રથમની જેમ પ્રધાન થયો. (૭૩૧)