________________
७०३
HH: :
आपदः संपदोऽप्यत्र, समीपस्थाः शरीरिणाम् । न शोकहर्षयोस्तस्मादर्पणीयं मनो बुधैः ॥७४६।। एवमुक्त्वाऽथ सा गत्वा, नत्वा भट्टं त्रिलोचनम् । एवं विज्ञपयामास, रूपाजीवा सुकोमलम् ॥७४७॥ मत्पतेस्तारचन्द्रस्य, व्यसनं महदुत्थितम् । निस्तरिष्यति तत्सौख्यान्नवेति वद कोविद ! ॥७४८॥ सोऽप्युवाच तव पतिर्व्यसनं निस्तरिष्यति । सुखेनाऽपि न खेदस्त्वया कार्यो निजे हृदि ॥७४९॥ श्रुत्वेत्युपश्रुतिप्रायं, हृष्टा वेश्यागृहं गता । यामिन्यां प्रेषयामास, तारेन्दं रविमन्दिरे ॥७५०॥
સંસારમાં સુખ અને દુઃખ બંને પ્રાણીઓની સાથે જ રહેલા છે. માટે બુદ્ધજનોએ સુખ-દુઃખની પ્રાપ્તિમાં હર્ષ શોક ન કરવો.” (૭૪૬).
આ પ્રમાણે કહી ત્રિલોચન ભટ્ટ પાસે જઈ તેને નમન કરી વેશ્યાએ બહુ જ કોમળ વાણીથી વિજ્ઞપ્તિ કરી કે, (૭૪૭). - “હે સુજ્ઞ ! મારા પતિ તારાચંદ્ર શેઠ ઉપર મોટું સંકટ આવી પડ્યું છે. માટે તેમાંથી નિર્વિને તેનો વિસ્તાર થશે કે નહિ ? તે કહો. (૭૪૮)
એટલે તે બોલ્યો કે, તારો તે પતિ સંકટમાંથી સુખપૂર્વક પાર પામશે. માટે તારે તે સંબંધી અંતરમાં શોક ન કરવો.” (૭૪૯)
આ પ્રમાણે વેદવાક્ય સમાન તે ભટ્ટજીના વચન સાંભળી તે વેશ્યા મનમાં આનંદ પામતી પોતાના ઘરે ગઈ. રાત્રે તારાચંદ્રશેઠને ઠગોની વાત સાંભળવા માટે સૂર્યભવનમાં મોકલ્યો. (૭૫૦)