________________
સક્ષમ: :
तयोर्मन्त्रधियां पात्रं, सत्रागारमिवैनसाम् । सुशिल्पी चर्मकारोऽस्ति, मायामय इतीरितः ॥ ७१७||
सवितुर्मन्दिरे शान्तो, द्विजो होराविचक्षणः । अविद्यमाननेत्रोऽपि, त्रिलोचन इति स्मृतः ॥७१८॥ इतश्च लोभनन्द्येष, श्रुत्वा पोतं समागतम् । ताराचन्द्राऽन्तिके प्राप, गृहीत्वा प्राभृतं निशि ॥७१९ ॥
संभाषमुचितं कृत्वा, पप्रच्छाऽस्वच्छमानसः । पोतभाण्डं कियद् भद्र !, ममाऽशेषं निगद्यताम् ॥७२०॥
प्राञ्जलत्वात्ततस्तेन, सर्वमुक्तं यथास्थितम् । शिरो विधूय तेनापि, सखेदमिव भाषितम् ॥७२१॥
६९७
અને તે બંનેને સલાહ આપનાર, પાપના મહામંદિરરૂપ કારીગરીમાં ચાલાક, નિપુણ માયામય નામે એક મોચી રહેતો હતો. (૭૧૭)
તેમજ જ્યોતિષમાં વિચક્ષણ, શાંત, નેત્રવિનાનો છતાં ત્રિલોચન નામે એક બ્રાહ્મણ ત્યાં સૂર્યમંદિરમાં રહેતો હતો. (૭૧૮) હવે દરિયા કિનારે વહાણ આવેલા સાંભળી લોભનંદી કાંઈક પ્રસાદી લઈ રાત્રે તારાચંદ્રશેઠ પાસે આવ્યો (૭૧૯)
અને કાંઈક વાતચિત કરી પછી મિલન આશયવાળા તેણે પૂછ્યું કે, “હે ભદ્ર ! તમારા વહાણમાં શું શું છે ? અને કેટલું કરિયાણું છે તે મને કહો” (૭૨૦)
એટલે સરલસ્વભાવી તેણે યથાસ્થિત કહી સંભળાવ્યું. તે સાંભળતાં મસ્તક ધૂણાવી તેણે ખેદપૂર્વક કહ્યું કે, (૭૨૧)
“અહો ! આ નિર્માલ્ય કરિયાણા અહીં લાવવાનો તમે ફોગટ