________________
६९६
श्री मल्लिनाथ चरित्र आशुगो वायुवत्पोतो, लङ्घयन्मकराकरम् । रत्नमेखलनामानं, महाद्वीपमुपेयिवान् ॥७१२।। तस्मादुत्तार्य भाण्डानि, कूले कूलंकषापतेः । उत्करान् कारयामास, श्रियां क्रीडाऽचलानिव ॥७१३॥ पुरन्दरपुरं प्राप्य, श्रिया पौरन्दरं पुरम् । तत्राऽभूद् भूपतिः स्फीतवाहनो मेघवाहनः ॥७१४।। लोभनन्दीति तत्राऽभूत्, सत्यार्थो वणिजांपतिः । पापकर्मरतो नित्यं, महामोहनिकेतनम् ॥७१५।। तत्रैव नगरे मन्त्री, काणको वञ्चनामतिः । बुद्ध्या गृहीतद्रविणः, परेषां पश्यतामपि ॥७१६।।
બાળની જેમ અનુકૂળ વાયુના યોગે નાવથી મહાસાગરનું ઉલ્લંઘન કરતાં તે રત્નમેખલા મહાદ્વીપમાં પહોંચ્યો. (૭૧૨)
ત્યાં સમુદ્ર કિનારા પર કરિયાણા ઉતારી લક્ષ્મીના ક્રીડાપર્વતોની જેવા તેણે ઢગલા કરાવ્યા. (૭૧૩)
પછી સંપત્તિમાં ઇંદ્રનગર સમાન પુરંદર નામના નગરમાં તે ગયો. ત્યાં શ્વેતવાહનવાળો મેઘવાહન રાજા રાજ્ય કરતો હતો. (૭૧૪)
તે જ નગરમાં સદા પાપકર્મમાં આસક્ત, મહામોહના સ્થાનભૂત અને યથાર્થ નામવાળો લોભનંદી નામે મુખ્ય વેપારી રહેતો હતો. (૭૧૫)
વળી તે નગરમાં બીજાઓના દેખતા દેખતા પોતાની ચાલાકીથી દ્રવ્ય લઈ લેનાર વંચનામતિ નામે એક કાણો મંત્રી રહેતો હતો (૭૧૬)