________________
६८९
સપ્તમ: સઃ
आज्ञया जिनराजस्य, निर्ग्रन्थभटवेष्टिताः । वयं मोहरिपुं जेतुं, चलिताः सैन्यपा इव ॥६७९॥ धर्मश्रवणमस्माकं न, जातं भवतोः क्वचित् । परमेकं वचश्चारु, विधेयं शुभवृद्धये ॥६८०॥ अभिग्रहाणामन्येषां, भवन्तो न सहिष्णवः । रात्रिभुक्तिपरीहारो, भावशुद्ध्या विधीयताम् ॥६८१॥ यत :भ्रमन्ति सर्वतो भीमा, रजन्यां रजनीचराः । अतो निशि न भोक्तव्यं, दुष्टवेलेति दूषणात् ॥६८२॥ मक्षिका कुरुते वान्ति, प्रज्ञां हन्ति पिपीलिका । कोलिकः कुष्ठरोगं तु, विधत्ते निशि भोजनात् ॥६८३॥
હવે ભગવંતની આજ્ઞા પ્રમાણે સેનાની સમાન નિગ્રંથ સુભટોથી પરિવરીને અમે મોહરિપુનો વિજય કરવા જઈશું. (પ્રયત્ન કરશું.) (૬૭૯)
ચોમાસા દરમ્યાન અમે તમને ક્યારેય ધર્મ સંભળાવી શકતા નથી પણ હવે તમારે કલ્યાણવૃદ્ધિ માટે અમારૂ એકવચન માન્ય રાખી તે પ્રમાણે વર્તવુ યોગ્ય છે. (૬૮૦)
તમે બીજા અભિગ્રહોનું પાલન કરી શકો તેમ નથી. પરંતુ સાચા ભાવથી એક રાત્રિભોજનનો પરિત્યાગ કરો. (૬૮૧)
કારણ કે રાત્રે ભયંકર રાક્ષસો સર્વત્ર ભમતા હોય છે. માટે એ ખરાબ સમય હોવાના દોષથી રાત્રે ભોજન ન કરવું. (૬૮૨)
વળી રાત્રિભોજન કરતાં મક્ષિકા આવી જાય તો વમન કરાવે છે. કીડી બુદ્ધિનો નાશ કરે છે અને કરોળિયો કોઢરોગ નીપજાવે છે. (૬૮૩)