________________
श्री मल्लिनाथ चरित्र
स्वरभङ्गं कचः कुर्यादलिर्विध्यति तालु च । दोषानेवंविधान् ज्ञात्वा, रात्रौ कोऽश्नाति कोविदः ? ||६८४||
६९०
आयुर्वर्षशतं लोके, तदर्द्धं स उपोषितः । करोति विरतिं धन्यो, यः सदा निशि भोजनात् ॥६८५॥
आचार्योक्तमिति श्रुत्वा, संवेगरसरङ्गितौ । प्रापद्येतां व्रतं रात्रिभोजनप्रतिषेधकृत् ॥६८६॥
',
आचार्या अपि निर्ग्रन्थैः सार्द्धमन्यत्र धीधनाः । विजहुः कोकिला भृङ्गा, हंसा न नियता यतः ॥ ६८७।।
अन्येद्युस्तावपि प्रति, ग्रामे धार्टी विधाय च । अगृह्णीतां धनान्युच्चैर्गोधनानि विशेषतः ||६८८ ॥
વાળ આવી જાય તો સ્વરભંગ થાય છે. મધમાખી તાળવાને વીંધી નાંખે છે. આવા પ્રકારના દોષો જાણી કયો સુજ્ઞપુરુષ રાત્રે ભોજન કરે ? (૬૮૪)
જે ભાગ્યશાળી ભવ્ય રાત્રિભોજનની વિરતિ કરે છે તેણે સો વર્ષના આયુષ્યમાંથી અર્ધયુષ્યના ઉપવાસ કર્યા માની શકાય.” (૬૮૫)
આ પ્રમાણે આચાર્યનું કથન સાંભળી સંવેગરંગથી રંગિત થતા તે બંનેએ રાત્રિભોજન ન કરવાનો નિયમ લીધો. (૬૮૬)
પછી બુદ્ધિધનવાળા આચાર્ય પણ સાધુઓની સાથે અન્યત્ર વિહાર કરી ગયા. “કારણ કે કોકિલ, મધુકર-ભમરો અને હંસ એક સ્થળે રહેતા જ નથી.” (૬૮૭)
ધનાસકતની પાપી વિચારણા
હવે એકવાર તે બંનેએ એક ગામે ધાડ પાડી ધન તથા