________________
६८८
श्री मल्लिनाथ चरित्र वर्षारात्रे व्यतिक्रान्ते, शोषमायाति कर्दमे । कूलमध्यप्रवाहासु, कूलिनीषु समन्ततः ॥६७४।। शरत्कालश्रियो हासे, कामे पुष्यति सर्चतः । विहारं कर्तुमारब्धा, आचार्याः साधुचर्यया ॥६७५।। (युग्मम्) द्वावपि भ्रातरौ सूरीननुगन्तुं शुभाशयौ । गर्भश्राद्धोपमौ भक्त्या, प्रवृत्तौ सपरिच्छदौ ॥६७६।। उचिते भूमिभागेऽधः, सूरिः स्थित्वा प्रशान्तगीः । उवाच भद्रकौ ! वाक्यमास्माकीनं निशम्यताम् ॥६७७॥ शुद्धान्नपानदानेन, सान्निध्याद् भवतोरिह । सौख्येन संस्थिता वर्षारात्रमेकदिनं यथा ॥६७८।। નદીઓના વહેણ નીચા ઉતરીને કિનારાની અંદર વહેવા લાગ્યા. (૬૭૪)
શરદઋતુની શોભા વિકસ્વર થઈ અને મન્મથ પણ સર્વ પ્રકારે જાગૃત થવાનો સમય આવ્યો. એટલે સાધ્વાચાર પ્રમાણે આચાર્યો વિહારની તૈયારી કરી વિહાર કર્યો. (૬૭૫)
તે સમયે સારા શ્રાવકની જેમ, ભક્તિપૂર્વક પોતાના પરિવારને સાથે લઈ શુભાશયવાળા તે બંને ભાઈઓ આચાર્યની પાછળ વળાવવા ચાલ્યા. (૬૭૬)
સૂરિભગવંતે થોડે દૂર જઈ ઉચિત સ્થાને નીચે બેસીને પ્રશાંતવાણીથી તેમને કહ્યું કે, હે ભદ્રા! મારૂં કથન સાંભળો. (૯૭૭)
આપની શુદ્ધ અન્નાદિ દાન આપવાની સહાયતાથી અમે અહીં એક દિવસની જેમ સુખપૂર્વક ચોમાસું રહી શક્યા. (૬૭૮)