________________
६८४
श्री मल्लिनाथ चरित्र अन्येधुर्विमहासत्त्वाः, पावयन्तो महीतलम् । तत्राऽऽचार्याः समाजग्मुः, शमश्रीपुरुषोत्तमाः ॥६५५।। अथाऽऽविरभवद् व्योम्नि, प्रचण्डा घनमण्डली । मण्डलीकृतसुत्रामाऽखण्डकोदण्डमण्डना ॥६५६।। पदव्यस्तटिनीयन्ते, वार्डीयन्ते सरिद्वराः । सरांसि मानसायन्ते, वरीवृषति वारिदे ॥६५७।। जनानामपि संचारो, निषिद्धः प्रसृतैर्जलैः । का पुनर्यमिनां वार्ता, प्रासुकाध्वविहारिणाम् ? ॥६५८।। आचार्यैः प्रेषितं साधुयुगलं विपुलं धिया । तत्तयोः पार्श्वमागत्य, बभाषे निपुणं वचः ॥६५९।। નગર ભાંગી કિંમતી ચીજો લઈ લેવા લાગ્યા. સંગ તેવો રંગ તે આનું નામ માટે કુસંગતિ છોડો. (૬૫૪)
એકવાર મહાસત્ત્વવંત શમશ્રીથી સર્વોત્તમ અને પૃથ્વીમંડળને પાવન કરતાં કોઈ આચાર્ય ભગવંત ત્યાં પધાર્યા. (૬૫૫)
તે સમયે મંડલાકાર, અખંડ ઇંદ્રધનુષ્યથી સુશોભિત પ્રચંડ મેઘ આકાશમાં ચડી આવ્યો. (૬૫૬)
અને મુશળધાર વરસવા લાગ્યો. તેથી રસ્તાઓ નદી જેવા, નદીઓ સમુદ્ર જેવી અને તળાવો માનસ સરોવર જેવા ભાસવા લાગ્યા. (૬૫૭)
એટલે વિસ્તાર પામતાં જળપ્રવાહથી લોકોનો સંચાર પણ અટકી પડ્યો. તો પછી પ્રાસુક માર્ગે જ વિહાર કરનારા મુનિઓની તો શી વાત કરવી ? (૬૫૮).
આથી આચાર્ય ભગવંતે બુદ્ધિનિધાન બે સાધુને ભીમ અને