________________
६८०
श्री मल्लिनाथ चरित्र अथाऽनापृच्छ्य भूपालं, मन्त्री नीतिघटस्ततः । किञ्चित् सैन्यं समादाय, प्रतस्थे द्विजिगीषया ॥६३५॥ अतिश्रान्तं बलं ज्ञात्वा, मन्त्रिणोऽरिमहीभुजः । विजिग्यिरे ततो नीतिघटं जघ्नुश्च लीलया ॥६३६।। मन्त्रिणं नृपतिः श्रुत्वा, कालधर्ममुपागतम् । आचार्यानेव तुष्टाव, भवाम्भोधिघटोद्भवान् ॥६३७।। यैर्मे नियमदानेन, प्रदत्तमिह जीवितम् । प्रणम्य तत्पदद्वन्द्वं, ग्रहीष्यामि महाव्रतम् ॥६३८॥ इति निश्चयमादाय, ववले नगरं प्रति । मार्गस्याऽर्धे च तान्, राजा दृष्टवान् मुनिपुङ्गवान् ॥६३९।।
પછી રાજાની અનુજ્ઞા વિના શત્રુ જીતવાની ઇચ્છાથી કંઈક સૈન્ય લઈ નીતિધર મંત્રીએ પ્રયાણ કર્યું. (૬૩૫)
પણ મંત્રી સાથેનું લશ્કર અત્યંત થાકેલું જાણી શત્રુરાજાઓએ તેનો પરાભવ કર્યો. નિતિધરને મારી નાંખ્યો. (૬૩૬)
મંત્રીના મરણના સમાચાર સાંભળી રાજા સંસારસાગરના અગસ્તિ સમાન આચાર્યની સ્તવના કરવા લાગ્યો કે, (૬૩૭)
જેમણે નિયમના દાનથી આ સમયે મારા જીવિતનો બચાવ કર્યો છે તેમના ચરણને નમસ્કાર કરી હું પણ મહાવ્રત ધારણ કરીશ. (૬૩૮)
આવો નિશ્ચય કરી રાજા પોતાના નગર તરફ પાછો વળ્યો. અર્ધમાર્ગે જ તેને તે મુનિ મળી ગયા. (૬૩૯)
એટલે ભવસાગર તરવાની પ્રબળ ઇચ્છાથી રાજાએ તે ગુરૂની ૨. –fપ મહામુનઃ, વિમfપ |