________________
६७८
श्री मल्लिनाथ चरित्र
समभूदभ्यमित्रीणो, मित्रानन्दो नृपोऽन्यदा । કેશાન્ત શત્રુભિઃ સારું, સંગ્રામ: સમનાયત દ્દરા
भूपेन निर्जिताः सर्वे, बलीयांसोऽपि लीलया । तेषां प्रणश्यतां पृष्ठे, गतो दूरं महीपतिः ||६२६ ||
स दूराऽतिक्रमं ज्ञात्वा, राजा पप्रच्छ मन्त्रिणम् । कियन्मानां भुवं भद्र !, समायाता वयं पुरात् ॥ ६२७|| मन्त्री प्रोवाच नगराद्, योजनशतमागताः । ततोऽसौ चिन्तयामास, स्मृतदिग्विरतिव्रतः ॥ ६२८॥
न गन्तव्यं मया क्वापि, योजनानां शतात्परम् । ईदृक्षो नियमोऽग्राहि केवलज्ञानिनोऽन्तिके ॥ ६२९ ।।
પોતાના રાજ્યના સીમાડે આવતાં તે બંનેની વચ્ચે યુદ્ધ થયું (૬૨૫)
અને મિત્રાનંદ રાજાએ બધા બળવંત શત્રુઓને એક લીલામાં જીતી લીધા. પછી પલાયન કરતા તે શત્રુઓની પાછળ પડતાં રાજા બહું દૂર નીકળી ગયો. (૬૨૬)
એવામાં પોતાને બહુ દૂર આવેલો જાણી રાજાએ મંત્રીને પૂછ્યું કે, “હે ભદ્ર ! આપણા નગરથી આપણે કેટલા દૂર આવ્યા છીએ.” (૬૨૭)
મંત્રી બોલ્યો કે, “હે રાજન ! આપણા નગરથી આપણે સો યોજન દૂર આવ્યા છીએ.” એટલે દિવ્રતનું સ્મરણ થતાં તે ચિંતવવા લાગ્યો કે, (૬૨૮)
“મારે સો યોજન ઉપરાંત ન જવું” એવો કેવળી ભગવંત પાસે મેં નિયમ લીધો હતો. તેથી મારે હવે આગળ જવું યોગ્ય નથી. (૬૨૯)