________________
६७४
श्री मल्लिनाथ चरित्र हत्वा नृपं पतिमवेक्ष्य भुजङ्गदष्टं, देशान्तरे विधिवशाद् गणिकाऽस्मि जाता । पुत्रं भुजङ्गमधिगम्य चितां प्रविष्टा, शोचामि गोपगृहिणी कथमद्य तक्रम् ? ॥६०६।। एवं लोलेक्षणावृत्तं, श्रुत्वा भोगपुरेश्वर ! । जीवितव्यव्ययकरी, विषयाशां श्लथीकुरु ॥६०७।। मित्रानन्दस्ततोऽवोचद्, युष्मदुक्तकथाश्रुतेः । विषयेभ्यो निवृत्तोऽपशकुनेभ्य इवाध्वगः ॥६०८॥ प्रसरत् सलिलं यद्वत्सेतुबन्धेन बाध्यते । यद्वत् तुरग उन्मार्गप्रसक्तो वरसादिना ॥६०९॥
પતિને સર્પે ડંશેલો જોઈ દૈવવશાત્ દેશાંતર ગઈ ત્યાં હું ગણિકા થઈ ત્યાં પુત્રને જાર તરીકે ભોગવી મેં ચિતામાં પ્રવેશ કર્યો અને અત્યારે હું ગોપાંગના થઈ છું. માટે આ છાશનું ભાજન ફૂટી ગયુ તેનો મારે શો શોક કરવો ? (૬૦૬).
આ પ્રમાણે રાજન્ ! ચાલાક્ષીનું ચરિત્ર સાંભળી જીવિતવ્યનો નાશ કરનારી વિષયવાસનાને શિથિલ કરો. (૬૦૭)
એટલે મિત્રાનંદરાજાએ કહ્યું કે, “હે મંત્રીઓ ! તમોએ કહેલી કથા શ્રવણથી અપશુકનોથી મુસાફરની જેમ વિષયોથી હું નિવૃત્ત થાઉં છું. (૬૦૮)
જેમ પ્રસરતું પાણી સેતુબંધથી, ઉન્માર્ગગામી અશ્વ જેમ સારથીથી, અન્યપુરુષોના સંગથી સ્વેચ્છાચારિણી કૂળવધુ જેમ પોતાના પતિના સમાગમથી વશ થાય. તેમ ન કરવા યોગ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાજાને સુમંત્રીઓએ સુમાર્ગે લાવવો જ