________________
સમમ: સ:
यथा कुलवधूः पत्या, स्वैरिणी गणसङ्गिनी । अप्रवृत्तिप्रवृत्तौ राट् तथाऽऽचार्यः सुमन्त्रिभिः ||६१० || ( युग्मम् )
भवन्तो गुरवोऽस्माकं, भवन्तः सुहृदोऽपि च । भवन्तो नयनप्राया, भवन्तश्च विपश्चितः ॥ ६११॥
अन्येद्युश्चन्द्रशालायामास्थितः पृथिवीपतिः । अपश्यत् स्फारशृङ्गारं, जनं यान्तं पुरो बहिः ||६१२॥ राजस्तव वरोद्याने, केवली सुव्रताभिधः । समागादित्युवाचोच्चैः, कश्चित् पृष्टो महीभुजा || ६१३॥
६७५
मित्रानन्दः कृतानन्दः, सचिवैः सह वन्दितुम् । नत्वा गत्वा मुनिं भक्त्या, विनिविष्टः कृताञ्जलिः ॥६१४ ||
જોઈએ. (૬૦૯-૬૧૦)
માટે તમે મારા ગુરૂ છો મિત્ર છો, નેત્ર સમાન છો અને ખરેખર પંડિત છો.' (૬૧૧)
એક દિવસ રાજા અગાશી ઉપર બેઠો હતો. તેવામાં તેણે લોકોને બહુજ શૃંગાર સહિત નગરની બહાર જતા જોયા. (૯૧૨)
એટલે રાજાએ કોઈ પુરુષને બોલાવી બહાર જવાનું કારણ પૂછ્યું. તે બોલ્યો કે, “હે રાજન ! આપના રમણીય ઉદ્યાનમાં સુવ્રત નામના કેવળી ભગવંત પધાર્યા છે.” (૬૧૩)
એ સાંભળી આનંદપૂર્વક તે રાજા મંત્રીઓ સાથે તેમને વંદન કરવા ચાલ્યો. ત્યાં જઈ તેમને ભક્તિપૂર્વક વંદના કરી અંજલિ જોડી રાજા બેઠો. (૬૧૪)
એટલે કેવળી ભગવંતે કોમળ વાણીથી રાજાને ઉદ્દેશી કહ્યું કે, “અહો ! આશારૂપી પિશાચણી અત્યંત દૃઢ છે. તેનાથી ત્રણે