SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: સ: यथा यथा मुनिर्गेहमविशन्मुनिचर्यया । तथा तथार्गलां चेटी, ददाति स्म दुराशया ॥३८९॥ चलैर्नेत्राञ्चलैः साधोश्चारित्रं कज्जलध्वजम् । विध्यापयितुमारेभे सा रम्भेव मनोहरा || ३९०॥ यद्यपि व्रतवानस्मि, तथापि मम विग्रहः । विग्रहो मूर्तिमान् जज्ञे, धिग् मे सुन्दरमूर्तिताम् ॥३९१॥ ध्यात्वेति मौनमाधाय, कायोत्सर्गं ददौ मुनिः । कायोत्सर्गाद् विलीयन्ते, उपसर्गपरम्पराः ॥३९२॥ सकलं वासरं साधुः, खेदितः कामजल्पनैः । तथापि ध्यानतोऽचालीत्क्वचिन्नैवाऽश्मपुत्रवत् ॥ ३९३॥ ६२९ પછી મુનિચર્યા પ્રમાણે તે જેમ જેમ ઘરમાં પ્રવેશ કરતા ગયા, તેમ તેમ દુષ્ટદાસી દ્વા૨ને અર્ગલા દેતી ગઈ. (૩૮૯) એવામાં રંભાસમાન મનોહર, વેશ્યા પોતાના ચંચળ કટાક્ષપાત (નેત્રાંચલ) થી મહાત્માના ચારિત્રરૂપ અગ્નિને બૂઝાવવાનો પ્રયત્ન કરવા લાગી (૩૯૦) એટલે મુનિ ચિંતવવા લાગ્યા કે, “અહો ! હું વ્રતધારી છું તો પણ મારૂં શરીર વિગ્રહરૂપ (ક્લેશ આપનાર) થયું માટે મારાં સુંદર રૂપને ધિક્કાર થાઓ.” (૩૯૧) આમ ચિંતવી મૌનધારી બની મુનિ કાયોત્સર્ગમાં રહ્યા કારણ કે કાયોત્સર્ગથી ઉપસર્ગ વિલય પામે છે. (૩૯૨) પછી તે દુષ્ટાએ કામચેષ્ટાથી મહાત્માને આખો દિવસ ખેદ પમાડ્યો. તો પણ પાષાણમૂર્તિની જેમ તે ધ્યાનથી લેશમાત્ર પણ ચલાયમાન ન થયા. (૩૯૩)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy