________________
६२८
श्री मल्लिनाथ चरित्र ऊचे सा भगवानेष, साधुः सुदर्शनाभिधः । यद्वार्ताभिः क्षणमिव, दिनं निर्गम्यते मया ॥३८४।। यद्येष तपसा क्षीणस्तथाऽप्यऽद्धृतरूपभाक् । भग्नोऽपि कलशो हैमो, न तुल्यः कलशैः परैः ॥३८५।। तदादेशात् ततः काचिद्, गत्वा चेटी तदन्तिके । गर्भश्राद्ध्युपमानेन, ववन्दे चरणौ मुनेः ॥३८६।। उपोषिता मुनेऽस्माकं, स्वामिनी श्वस्तनेऽहनि । इदानीं पारणां कर्ता, तदायातु भवांस्ततः ॥३८७।। ऋजुचेता महासत्त्वस्तया दर्शितवर्त्मना । भ्राम्यन् वेश्यागृहं प्रापदपरिज्ञातचर्यया ॥३८८॥
એટલે ધાત્રી બોલી કે, આ મહાનુભાવ જ સુદર્શનનામના સાધુ છે. જેની વાતોથી એક ક્ષણવારની જેમ હું દિવસ નિર્ગમન કરૂ છું. (૩૮૪)
જો કે એ તપસ્વી ક્ષીણ થયેલો છે પણ અભુતરૂપવાન છે. સુવર્ણકળશ ભગ્ન થતાં તે અન્ય કળશોની જેમ સાધારણ ગણાતો નથી. (૩૮૫)
પછી ગણિકાના આદેશથી કોઈ દાસીએ કપટી શ્રાવિકા બની મુનિચરણમાં વંદન કર્યું. (૩૮૬)
અને કહ્યું કે, “હે ભગવન્! મારી સ્વામિનીને ગઈકાલે ઉપવાસ હતો અત્યારે પારણુ કરવાનું છે તો આપ ત્યાં લાભ દેવા પધારો.” (૩૮૭)
એટલે તેના પ્રપંચથી અજ્ઞાત સરલ સ્વભાવી, મહાસત્ત્વશાળી તે મહાત્મા દાસીએ બતાવેલા માર્ગે વેશ્યાના ઘરે આવ્યા. (૩૮૮)