________________
६२७
HI: સf: देवदत्ताभिधानाया, वेश्याया गृहमागता । रूपं सुदर्शनस्योच्चैः, सदा व्याख्यातवत्यऽसौ ॥३७९॥ तद्गुणश्रवणादेषा, जातरागा दिने दिने । कृष्णपक्षेन्दुलेखेव, भजते स्म परिक्षयम् ॥३८०॥ ततः सोऽपि महासत्त्वो, गीतार्थः श्रुतपारगः । एकाकी प्रतिमां धीमान्, भेजे गुरुनिदेशतः ॥३८१॥ विहरन्मेदिनीपीठे, तपःशोषितविग्रहः । समस्तलब्धिसंपूर्णः, समागात् पाटलीपथे ॥३८२॥ सिद्धान्तोक्तविधानेन, भिक्षायै पर्यटन्नसौ । निरक्ष्यत तया धात्र्या, देवदत्तासमेतया ॥३८३॥ ચંપાનગરીથી ભાગી પાટલીપુત્રમાં આવી રહી. (૩૭૮)
ત્યાં દેવદત્તાવેશ્યાના ઘરે રહેતાં તે હંમેશા સુદર્શન શેઠના રૂપનું પ્રગટપણે વર્ણન કરતી હતી. (૩૭૯)
તેના ગુણશ્રવણથી ગુણાનુરાગી બનેલી તે વેશ્યા કૃષ્ણપક્ષની ચંદ્રરેખાની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી હતી. (૩૮૦)
મહાસત્ત્વશાળી, ગીતાર્થ, શ્રતના પારગામી, ધીમાનું સુદર્શનમુનિ ગુરુના આદેશથી એકાકી વિહાર કરવા લાગ્યા. (૩૮૧)
તપથી શરીરનું શોષણ કરનારા, સમસ્ત લબ્ધિનાભંડાર તે મહાત્મા પૃથ્વી ઉપર વિચરતા અનુક્રમે પાટલીપુર નગરે આવ્યા. (૩૮૨)
ત્યાં સિદ્ધાંતોક્તવિધિપૂર્વક ભિક્ષાને માટે ભમતા દેવદત્તાસહિત પેલી ધાત્રીએ તેમને જોયા. (૩૮૩)