________________
સપ્તમ: સ:
अनाथामिव मां हन्यमानां मदनमार्गणैः । कस्मादुपेक्षसे नाथ !, सदयोऽस्यऽबलाजने || ३२१||
त्वां स्मरन्त्या ममाभूवन्, दिनाः कल्पशतोपमाः । निशा अपि गुणाधार !, ब्राह्म्या मे दिवसा इव ॥३२२॥ निशास्वप्नेषु वार्तासु, दिगन्तेषु दृशोः पुरः । त्वामेकरूपिणमपि, वीक्षे रूपसहस्रगम् ॥ ३२३॥ निशम्येत्यथ साकारं, प्रत्याख्यानं समाहितः । धर्मध्यानरतः श्रेष्ठी, विशेषेण चकार सः || ३२४॥
अभयाऽपि यथाबुद्धि, भाषमाणा नवा गिरः । मुनीनामपि हि क्षोभकारिणी रूपसम्पदा || ३२५ ॥
६१५
હે નાથ ! શા માટે ઉપેક્ષા કરો છા? અબળાજન ઉપર તો તમે દયાળુ છો. (૩૨૧)
વળી હે ગુણાધાર ! તમારૂં સ્મરણ કરતાં મને દિવસો શતયુગ જેવા અને રાત્રીઓ બ્રાહ્મીના દિવસો જેવી (લાંબી) થઈ પડી હતી. (૩૨૨)
રાત્રે સ્વપ્રમાં, વાતોમાં, દિશાઓમાં અવલોકન કરતા તમે એકરૂપી છતાં મને સહસ્રરૂપવાળા હો તેમ મારી નજર આગળ તર્યા કરતા હતા.” (૩૨૩)
આ પ્રમાણે તેનાં વચનો સાંભળી ધર્મધ્યાનમાં વિશેષ અનુરાગી બની, મનને શાંત રાખી શ્રેષ્ઠિએ સાગાર પ્રત્યાખ્યાન કર્યું. (૩૨૪) અભયા પણ યથામતિ નવા નવા પ્રકારે સરાગવચન બોલવા લાગી, રૂપસંપત્તિમાં તો તે અભયા મુનિઓને પણ ક્ષોભ પમાડે તેવી હતી (૩૨૫)