________________
૬૦૭
સમ: :
परगेहे न गन्तव्यं, स्वस्मादपि प्रयोजनात् । परगेहप्रविष्टानां, व्यलीकानि भवन्ति यत् ।।२८१।। मानिनीमानलुण्टाकः, स्मरसञ्जीवनौषधम् । लासकः पद्मिनीनां च, वसन्तः समवातरत् ॥२८२।। भृङ्गीणां विरुतैर्यत्र, कोकिलानां तु कूजितैः । स्मरः सुप्तो व्यबोधिष्ट, राजा बन्दिस्वरैरिव ॥२८३।। प्रतिवृक्षं विलोक्यन्ते, दोलाः शाखासु लम्बिताः । पान्थप्राणाण्डं जग्राहे पाशा इव मनोभुवा ॥२८४।। वसन्तश्रीसनाथानि, काननानि निरीक्षितुम् ।
दधिवाहनभूपालश्चचाल सपरिच्छदः ॥२८५।। શુભાશયવાળો શ્રેષ્ઠિવર્ય પોતાના ઘરે આવ્યો. પછી તેણે પોતાના મનમાં નિરધાર કર્યો કે, (૨૮૦)
હવે પછી સ્વપ્રયોજન હોય તો પણ મારે પારકે ઘર જવું નહિ, કેમકે પરઘર જતાં ક્યારેક અનર્થ થવાનો સંભવ છે. (૨૮૧)
એકવાર માનિનીઓના માનનું મર્દન કરનાર, કામદેવને (સ્મરને) સંજીવનૌષધરૂપ, પધિનીઓને નૃત્ય કરાવનાર વસંતઋતુ આવી (૨૮૨).
એટલે બંદીજનોના અવાજની જેમ, ભ્રમરાઓના ગુંજારવથી અને કોકિલાના કુંજનથી સુતેલો કામદેવ રાજા જાગૃત થયો (૨૮૩)
તે સમયે વૃક્ષે વૃક્ષે શાખાઓમાં લટકાવેલા હીંચકાઓ દેખાતા હતા. તે જાણે મુસાફરોના પ્રાણરૂપ પક્ષીઓને પકડવા કામદેવે પાશા માંડ્યા હોય તેમ ભાસતા હતા. (૨૮૪).
તે સમયે વસંતની શોભાથી વિકસિત થયેલ વનને જોવા