________________
६०४
श्री मल्लिनाथ चरित्र बभूव तस्य सन्मित्रं, कपिलो नाम सन्मतिः । पुरोधा भूमिपालस्य, षट्कर्मप्रगुणाशयः ॥२६६॥ कपिला नाम तत्पनी, तारुण्यमदविह्वला । चतुःषष्टिकलापात्रं, दक्षा पण्डितमानिनी ॥२६७॥ अन्येधुर्वर्णिता प्रेम्णा, कपिलेन तदग्रतः । सुदर्शनगुणग्रामोऽभिरामस्त्रिदशेष्वपि ॥२६८।। ततो न सा रतिं प्राप, विद्धवानङ्गमार्गणैः । ततः प्रभृति तत्रोत्काऽदिदृक्षत सुदर्शनम् ॥२६९।। अन्येषुः कपिलो राजकार्याद् ग्रामान्तरं गतः । प्रस्तावविज्ञा कपिला, निजधात्रीमवोचत ॥२७०॥
તેને સુબુદ્ધિવાળો કપિલનામે સુમિત્ર હતો. તે પર્કર્મમાં શ્રદ્ધાવાળો રાજાનો પુરોહિત હતો. (૨૬૬)
તે કપિલની તારૂણ્યમદથી વિહૂલ, ચોસઠકળાનું પાત્ર, દક્ષ અને પોતાને પંડિત માનનારી કપિલા નામે પત્ની હતી. (૨૬૭)
એકવાર કપિલે પોતાની સ્ત્રી પાસે પ્રેમપૂર્વક દેવો કરતાં પણ સુંદર સુદર્શન શેઠના ગુણોનું વર્ણન કર્યું. (૨૬૮)
આથી તે કામબાણથી ઘાયલ થઈ હોય તેમ તેના ઉપર રાગી થઈ ગઈ. તેને ક્યાંય ચેન પડ્યું નહિ અને કામોત્સુક તેને સુદર્શનને જોવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. (૨૬૯)
એકવાર રાજાના કામપ્રસંગે કપિલ ગ્રામાંતર ગયો એટલે પ્રસ્તાવ જાણનારી કપિલાએ ધાત્રીને કહ્યું કે, (૨૭૦).
“હે ભદ્ર ! સુદર્શનશેઠને જઈને કહે કે, હે શ્રેષ્ઠિનું ! તમારા મિત્રને શરીરે સારૂ નથી. છતાં તેને શરીર સંબંધી કુશળતા પૂછવા