________________
६०३
HH: 1: झषध्वजति रूपेण, धिया च धिषणायते । चरित्रेण पवित्रेण, गृहस्थोऽपि मुनीयते ॥२६१।। सत्यवाक्येन यस्यास्यं, विवेकेन मनोऽम्बुजम् । रूपं लावण्यपूरेण, युतं यस्य व्यराजत ॥२६२।। सर्वज्ञशासने यस्य, रागो नैव पुरन्ध्रिषु । यस्याऽभूद् व्यसनं शास्त्रे, कामास्त्रे न मनागपि ॥२६३।। असौ द्वादशधा श्राद्धधर्मं सुगुरुसन्निधौ । प्रपद्य परमश्राद्धोऽजनिष्ट सुविशिष्टधीः ॥२६४॥ राजादीनां स मान्योऽभूत्, किं पुनः पौरसंहतौ । यस्माद् मनोरमं शीलं, यस्य गीश्च मनोरमा ॥२६५।।
રૂપમાં કામદેવ જેવો, તો બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, ગૃહસ્થ છતાં પણ પોતાના પવિત્ર આચારથી મુનિ જેવો હતો. (૨૬ ૧)
સત્યવચનથી તેનું મુખ, વિવેકથી મનરૂપી કમલ અને લાવણ્યથી તેનું રૂપ શોભતું હતું. (૨૬૨)
તેને રાગ સર્વજ્ઞશાસન ઉપર હતો પણ સ્ત્રીઓ ઉપર નહોતો તેને ધર્મશાસ્ત્રનું જ વ્યસન હતું પણ કામ શાસ્ત્રમાં લેશમાત્ર પણ પ્રેમ નહોતો. (૨૬૩)
ગુરુમહારાજ પાસે બારપ્રકારનો શ્રાદ્ધધર્મ (શ્રાવક ધર્મ) તેણે અંગીકાર કર્યો હતો અને વિશિષ્ટ બુદ્ધિવાળો તે પરમશ્રાવક હતો. (૨૬૪)
તે રાજા વિગેરેને પણ માનનીય હતો તો નગરવાસીઓને પણ માનનીય હોય તેમાં તો શું આશ્ચર્ય ? તેનું શીલ અને વચન મનોરમ હતા. (૨૬૫)