________________
६०२
श्री मल्लिनाथ चरित्र अथ जाते सुते श्रेष्ठी, महोत्सवमनोरमम् । सुदर्शन इति प्रीत्या, सत्यार्थं नाम निर्ममौ ॥२५६।। देहेन स कलाभिश्च, वर्धमानो दिने दिने । नयनानन्दजननो, रजनीश इवाजनि ॥२५७।। पुरन्ध्रीणां मनःपद्मसमुल्लासनभास्करम् । वनं काममहे तस्य, स यौवनमुपेयिवान् ॥२५८।। ततः सागरदत्ताख्यश्रेष्ठिन: कन्यकां शुभाम् । मनोरमाभिधां हर्षाद्, गुरुणा परिणायितः ॥२५९।। अमुना गृह्णता दीक्षां, न्यस्तो निजपदे सुतः ।
सुदर्शनः सतां श्लाघ्यः, सर्वदैव सुदर्शनः ॥२६०।। ઇચ્છાઓ) ઉત્પન્ન થયા. શ્રેષ્ઠીએ પોતાની સંપત્તિ અનુસાર, અમારિ ઘોષણા પૂર્વક તે સર્વ દોહલા પૂર્ણ કર્યા. (૨૫૫)
પછી અવસરે પુત્ર જન્મ થતાં મનોહર મહોત્સવ કર્યો અને પ્રતીતિપૂર્વક તેનું “સુદર્શન” એવું સત્યાર્થ નામ પાડ્યું. (૨પ૬)
પછી દિવસે દિવસે દેહ તથા કળાઓથી વૃદ્ધિ પામતો તે બાળક ચંદ્રમાની જેમ નયનોને આનંદદાયક થઈ પડ્યો. (૨૫૭)
અનુક્રમે લલનાઓના મનરૂપી કમળને ઉલ્લાસ પમાડનાર સૂર્ય સમાન પૂર્ણ યૌવનવયને પામ્યો. (૨૫૮)
એટલે તેના પિતાએ આનંદપૂર્વક સાગરદત્ત શેઠની મનોરમા નામે શુભ કન્યા સાથે તેને પરણાવ્યો. (૨૫)
અને પોતે પુત્રને પોતાના પદ પર સ્થાપન કરી ચારિત્ર ગ્રહણ કર્યું. સદા શુભદર્શનવાળો સુદર્શન થોડા સમયમાં જ સજ્જનોને ગ્લાધ્ય થઈ પડ્યો. (૨૬૦)