________________
६०१
સં૫: : स्मरन् पञ्चनमस्कारं, सद्गतेः शासनोपमम् । सुभगः प्राप पञ्चत्वं, दुर्लद्ध्या भवितव्यता ।.२५२॥ वृषभश्रेष्ठिभार्याया, अर्हद्दास्यास्ततस्तदा । बभूव स सुतत्वेन, सुभगः स्वप्नसूचितः ॥२५३॥ जिनानामर्चनां कुर्वे, दीने दानं ददामि च । पात्रं वित्ते वितरामि, गुप्तेर्मुञ्चामि बन्दिनः ॥२५४॥ दोहदमिदमेतस्याः, विज्ञाय स्वानुसारतः । अमारिघोषणापूर्वं, तत्सर्वं श्रेष्ठ्यपूरयत् ॥२५५।।
તેમ કરવામાં અતિકુશલ સુભગને અત્યંત તીક્ષ્ણ એવો ખીલો વાગ્યો. તેથી તે જાણે શૂળીથી વિંધાયો હોય તેમ સ્થિર થઈ ગયો. (૨૫૧)
તે ખીલાએ ખૂબ જ પીડા ઉપજાવી કે સદ્ગતિના શાસન સમાન પંચનમસ્કારનું સ્મરણ કરતાં સુભગ તરત જ પંચત્વ (મરણ) પામ્યો અહો ! ભવિતવ્યતા ખરેખર દુર્લધ્ય છે. (૨પર)
સુભગ મરણ પામી શુભધ્યાનના યોગે ઋષભદાસ શ્રેષ્ઠીની પત્ની અદાસીની કુક્ષિમાં ઉત્તમસ્વપ્રથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થયો. (૨૫૩)
એટલે ઉત્તમગર્ભના પ્રભાવે માતાને ઉત્તમ દોહદો ઉત્પન્ન થયા. જેમ કે, “હું જિનેશ્વરોની પૂજા કરૂં. દીનદુ:ખિયાને દાન આપું. સુપાત્રે ધન વાપરું અને કેદીઓને કેદખાનામાંથી મુક્ત કરાવું. (૨૫૪)
આ પ્રમાણે અહંદદાસીને ઉત્તમ દોહલા (ગર્ભવતી સ્ત્રીને થતી