SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સતY: : ___५९३ दृष्टिप्रचारं रुन्धाना, लुण्टाकी पदवेः सताम् । कुमहीपतिसेवेव, रुरोधाशां तमस्ततिः ॥२१३।। विकाल इति विज्ञाय, गृहीत्वा माहिषं ततः । स्मरन् मुनिपदाम्भोजमगमद् निजमन्दिरम् ॥२१४॥ महिषीदोहनाद्यानि, स्वकर्माणि विधाय सः । अस्वाप्सीदुचिते स्थाने, पलालालीकरालिते ॥२१५॥ अहो ! करालः शिशिरस्तुषारकणवर्षकः । दहन् कमलिनीखण्डं, खण्डीकुर्वंल्लताततीः ॥२१६।। निर्वातवासवेश्मस्था, ऊरीकृतहसन्तिकाः । अमुं शीतमृतुं सौख्याद्, गमयन्ति धनेश्वराः ॥२१७।। એટલે દૃષ્ટિ પ્રચારને રોકનાર, સજ્જનોના માર્ગને બંધ કરનાર અંધકારે દુષ્ટ રાજાની સેવાની જેમ આશા (દિશા) ને ચોતરફથી રોકી લીધી. (૨૧૩) પછી વિકાળ (=સાંજ) થયેલ જાણી ભેંસોને લઈ મુનિના ચરણકમળનું સ્મરણ કરતો તે શેઠના ઘરે આવ્યો (૨૧૪) અને ભેંસોને દોહવા વિગેરે પોતાનું કામ કરી ઉચિત સ્થાને ઘાસની કઠણ પથારી પર સૂઈ ગયો. (૨૧૫) - સુતા સુતાં તે ચિતવવા લાગ્યો કે, “અહો ! આ વિકરાળ શિશિરઋતુ તુષારકણને વરસાવનાર, કમલિનીના વનને બાળનાર, લતાશ્રેણિને ખંડિત કરનાર છે. (૨૧૬) એ શિયાળામાં ધનવાનો પોતાના નિર્વાત વાસગૃહમાં રહી અને ધગધગતી સગડીનો આશ્રય લઈ એ ઋતુને સુખપૂર્વક પસાર કરે છે. (૨૧૭)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy