________________
५९२
श्री मल्लिनाथ चरित्र अमुष्यर्षभदासस्य, सदयः प्रियभाषकः । महिष्या रक्षकः शान्तः, सुभगः सुभगाशयः ॥२०८।। अन्येधुश्चारयित्वा स, महिषीर्चलितस्तदा । अपश्यत् तपसा क्षामं, मुनि शममिवाङ्गिनम् ॥२०९।। यत्रास्तमितवासत्वात्कायोत्सर्गपरायणम् । सोऽपश्यच्च महासत्त्वं, पुरीपरिसरेऽपि हि ॥२१०।। तं वीक्ष्याचिन्तयदसौ, धन्योऽयं पुण्यभागयम् । यः पू: पितृवनेऽवात्सीदेकाकी खड्गिशृङ्गवत् ॥२११॥ तपस्तेजोऽस्य वीक्ष्येव, दिनान्तेऽप्यविनश्वरम् । ममज्ज भानुमानब्धौ, किं न कुर्वीत लज्जितः ? ॥२१२॥
એ શેઠને દયાળુ મધુરભાષી, શાંત, સુભગ આશયવાળો સુભગ નામે ભેંસને ચારનાર નોકર હતો. (૨૦૦૮)
એક દિવસ ભેંસો ચારી સુભગ પાછો વળ્યો. એવામાં તપથી કૃશકાયાવાળા સાક્ષાત જાણે શમ હોય તેવા મુનિને તેણે જોયા. (૨૦૯)
નગરીમાં સમીપમાં વસ્ત્ર વિનાના કાર્યોત્સર્ગમાં રહેલા અને મહાસત્ત્વશાળી તે મહાત્માને જોઈ સુભગ ચિંતવવા લાગ્યો કે “અહો ! આ મહાત્મા ધન્ય અને પુણ્યવંત છે કે જે ગેંડાના શિંગડાની જેમ એકાકી આ સ્મશાનભૂમિમાં ઉભા રહ્યા છે.” (૨૧૦-૨૧૧)
અહીં તેમનું અવિનશ્વર તેજ જોઈને જ જાણે સૂર્ય સમુદ્રમાં ડૂબી ગયો. અર્થાત્ સૂર્યાસ્ત થયો, કેમ કે લજ્જા પામેલો શું ન કરે ? (૨૦૧૨)