SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ: સર્વાં: शीलव्रतगुणाऽऽकृष्टा, देवा अपि हि पत्तिवत् । आयान्ति स्मृतिमात्रेण, प्रयान्ति च विसर्जनात् ॥ २०३॥ स्वकीयदारसंतोषं, ये भजन्ति दृढव्रताः । तेषां सुदर्शनस्येव, शूला सिंहासनं भवेत् ॥ २०४॥ तथाहि भरते वर्षे, विषयेऽप्यङ्गनामनि । चम्पानाम पुरी तत्र, भूपालो दधिवाहनः || २०५ || देवी तस्याऽभया नाम, धाम लावण्यसंपदाम् । धात्री पात्री च बुद्धीनाममुष्याः पण्डिताया || २०६|| श्रेष्ठी वृषभदासाख्यस्तत्रासीद् धाम संपदाम् । अर्हद्दासीति सत्यार्था, तस्य पत्नी पतिव्रता ॥२०७॥ ५९१ શીલવ્રતના ગુણથી આકર્ષણ પામેલા દેવો પણ પદાતિની જેમ સ્મરણમાત્રથી આવે છે. અને વિસર્જન કરવાથી જાય છે. (૨૦૩) જેઓ દઢવ્રતધારી થઈ સ્વદારાસંતોષને ભજે છે. તેમને સુદર્શન શેઠની જેમ શૂલી સિંહાસનરૂપ થાય છે. તે કથા આ પ્રમાણે છે. (૨૦૪) ચતુર્થવ્રત ઉપ૨ સુદર્શન શ્રેષ્ઠીની કથા ભરતક્ષેત્રમાં અંગદેશમાં ચંપા નગરી છે ત્યાં દધિવાહન રાજા રાજ્ય કરતો હતો. (૨૦૫) તેની લાવણ્યસંપત્તિના ધામરૂપ અભયા નામે પટ્ટરાણી હતી. તે રાણીની બુદ્ધિના પાત્રભૂત પંડિતા નામે ધાત્રી હતી. (૨૦૬) તે નગરીમાં સંપત્તિના ધામરૂપ વૃષભદાસ શેઠ રહેતો હતો. તેને યથાર્થ નામવાળી અર્હદદાસી નામે પતિવ્રતા પત્ની હતી. (૨૦૭)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy