________________
५९०
श्री मल्लिनाथ चरित्र अथ व्याख्यानयद् विश्वनाथस्तुर्यमणुव्रतम् । अब्रह्मविरतिर्नाम, माहात्म्यद्रुघनाघनः ॥१९८।। केचिद् नवेऽपि तारुण्ये, वृद्धा इव विवेकिनः । अनाचारे न वर्तन्ते, शीलमालिन्यशङ्कया ॥१९९॥ वित्तापहारदुःखानि, नानाकारकदर्थनाः । अङ्गप्रत्यङ्गविच्छेदाल्लभन्ते पारदारिकाः ॥२००।। विश्वासवसतिः शीलं, शीलमुन्नतिकारणम् । सर्वसौख्यनिधिः शीलं, शीलं कीर्तिनदीगिरिः ॥२०१।। अहार्यं मण्डनं शीलं, शीलं सर्वाङ्गभूषणम् । शीलं सर्वज्ञधर्मद्रोर्मूलं शीलं श्रियः पदम् ॥२०२।।
પછી ભગવંત ચોથા અણુવ્રતની વ્યાખ્યા કરવા લાગ્યા કે, બ્રહ્મચર્ય એ માહાસ્ય રૂપ વૃક્ષને મેઘસમાન છે. (૧૯૮)
કેટલાક નવીન તરૂણવયવાળા હોવા છતાં પણ વૃદ્ધની જેમ વિવેકી થઈ શીલ મલીન થવાની શંકાથી અનાચારમાં પ્રવર્તતા નથી. (૧૯૯૯)
પરદાનાસક્ત જીવો ધનાપહારના દુઃખો, અનેક પ્રકારની કદર્થના અને અંગોપાંગનો વિચ્છેદ પામે છે. (૨૦)
શીલ એટલે વિશ્વાસનું સ્થાન. શીલ એટલે ઉન્નતિનું કારણ. શીલ એટલે સર્વસુખોનું નિધાન. શીલ એટલે કીર્તિરૂપી નદીના એક પર્વત સમાન છે. (૨૦૧)
શીલ એટલે કોઈથી હરણ ન કરી શકાય તેવો શૃંગાર. શીલ એટલે સર્વાગ ભૂષણ. શીલ એટલે સર્વજ્ઞના ધર્મરૂપવૃક્ષનું મૂળ. શીલ એટલે લક્ષ્મીનું સ્થાન. (૨૦૨)