________________
५९४
श्री मल्लिनाथ चरित्र अस्मादृशास्तु तैलेन, दिग्धाङ्गाः कन्थयाऽन्विताः । पलालशयनस्याऽन्तर्गमयन्ति महानिशाः ॥२१८।। स यतिः प्रावृतो नैव, यथाजात इव स्थितः । सहिष्यते कथं शीतं, दुःसहं सहसा कृतम् ? ॥२१९।। तदाऽहं निजया पट्या, प्रावरिष्यं मुनिं यदि । इदं शीतं महासत्त्वोऽलङ्घयिष्यदसंशयम् ॥२२०।। विमृशन्निति कृत्यानि, विनिर्माय स सादरम् । मुनिपादरजःपूतं तं, प्रदेशमगादथ ॥२२१।।
અને અમારા જેવા ગરીબો તો શરીર ઉપર તેલ ચોપડી, ગોદડીનો આશ્રય લઈ ઘાસની પથારીમાં મહારાત્રી વ્યતીત કરે છે. (૧૮)
પરંતુ પેલા યતિ તો જન્માવસ્થાની જેમ બિલકુલ વસ્ત્રરહિત નગર બહાર ઊભા રહ્યા છે. તો આ એકદમ પડતી અસહ્ય ઠંડીને તેઓ શી રીતે સહન કરી શકશે? (૨૧૯)
જો તે સમયે મેં મારું વસ્ત્ર તે મહાત્માને ઓઢાડ્યું હોત તો મહાસત્ત્વશાળી તે આ ઠંડીને નિઃસંશય સુખે સહન કરી શકત.” (૨૨૦) નિરાવણ સહે શીત અપાર, માને તેહનો ધન્ય અવતાર. વંદે વિનય ધરી આણંદ, એહવે તેજે તપ્યો દિણંદ.
આ પ્રમાણે વિચાર કરતાં પ્રભાત થયું. એટલે પોતાનું કામ કરી આદરપૂર્વક તે સુભગ મુનિચરણથી પાવન થયેલા તે પ્રદેશમાં આવ્યો. (૨૨૧)