SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ५७९ સE: સf: परद्रव्याऽपहर्तारः, कर्तारः कर्मवैभवम् । हन्तारः प्राप्तकीर्तीनां, यातारो नरकावनीम् ॥१४५।। अदत्तादाननिरतास्ते लभन्ते शुभेतरद् । शृणु भव्य ! प्रबोधाय, संगमकनिदर्शनम् ॥१४६।। तथाखैरावते क्षेत्रे, नगरे सोमपत्तने । अभूद् भूमीश्वरश्चन्द्रकेतुः केतुरिव द्विषाम् ॥१४७|| क्षत्रियायाः सुतस्तत्र, वास्तव्यः संगमाभिधः । पञ्चवत्सरदेशीयः, समभूद् घस्मरोऽनिशम् ॥१४८॥ अन्येधुर्बभणे तेन, देहि मातस्तिलान् मम । साऽप्याख्यत् खलतो गत्वा, गृहाण निजयेच्छया ॥१४९।। તેમ જે જીવો પરદ્રવ્યનું હરણ કરે છે તેઓ ભારેકર્મી થઈ પ્રાપ્ત કરેલી કીર્તિનો નાશ કરે છે અને નરકમાં જાય છે. (૧૪૫) તેઓ અદત્તાદાનમાં આસક્ત થવાથી અત્યંત દુઃખ પામે છે. હે ભવ્યો ! આ સંબંધમાં સંગમનું દૃષ્ટાંત બોધદાયક છે તે કહું છું. તે તમે લક્ષ દઈને સાંભળો :- (૧૪૬) તૃતીયવ્રત ઉપર સંગમનું દષ્ટાંત. ઐરાવત ક્ષેત્રમાં સોમપત્તન નગરમાં શત્રુઓને કેતુ સમાન ચંદ્રકેતુ નામે રાજા હતો. (૧૪૭) તે નગરમાં સંગમ નામનો એક ક્ષત્રિયાણીનો એક પુત્ર રહેતો હતો. તે પાંચવર્ષનો થતાં બહુ ખાઉધરો નીવડ્યો. (૧૪૮) એક દિવસ તેણે પોતાની માતાને કહ્યું કે, “હે માત ! મને તલ આપ” એટલે તે બોલી કે, ખળામાં જઈ પોતાની ઇચ્છા મુજબ તલ લઈ લે. (૧૪૯)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy