________________
श्री मल्लिनाथ चरित्र अथ सत्कृत्य भूपालस्तद्भाले स्वर्णपट्टकम् । सत्यस्य सूचकं बद्ध्वा, गृहे स्वयममोचयत् ॥१४०।। ततः प्रभृति स श्राद्धव्रतानि परिपालयन् । कल्पं लान्तकमासाद्य, भरते मोक्षमेष्यति ॥१४१।। नृनाथोऽथ जगन्नाथं, नत्वा कुम्भोऽभणत्तराम् । वसुबन्धुः कृतार्थोऽयं, यः सत्यव्रततत्परः ॥१४२॥ अथाऽप्रकाशयद् नाथस्तार्तीयीकमणुव्रतम् । अदत्तादानविरतिलक्षणं शुभलक्षणम् ॥१४३॥ परद्रव्यमतिः प्रायः, प्राणी स्यात् कर्मगौरवात् । पश्य सोमोऽपि पद्मिन्याः, श्रियं हरति रात्रिषु ॥१४४।। સુવર્ણપટ્ટક બાંધી રાજા પોતે તેને ઘરે મૂકવા ગયો. (૧૪૦)
ત્યારપછી તે શ્રાવકના વ્રતોનું પાલન કરી, મરણ પામી તે છઠ્ઠી લાંતકદેવલોકમાં ગયો અને ત્યાંથી ચ્યવી ભરતક્ષેત્રમાં મનુષ્યભવ પામી સિદ્ધિગતિને પામશે. (૧૪૧)
ઈતિ દ્વિતીયવ્રત ઉપર વસુબંધુ દષ્ટાંત. કુંભરાજાએ આ કથા સાંભળી ભગવંતને નમસ્કાર કરી કહ્યું કે, “હે સ્વામિન્ ! સત્યવ્રતમાં તત્પર તે વસુબંધુ ખરેખર કૃતાર્થ થયો છે.” (૧૪૨)
પછી ભગવંત અદત્તાદાન વિરતિરૂપ શુભ લક્ષણવાળું ત્રીજું અણુવ્રત પ્રકાશવા લાગ્યા - (૧૪૩)
પ્રાયઃ ભારેકર્મીજીવને જ પરદ્રવ્ય લેવાની મતિ થાય છે. જુઓ પેલો સોમ (ચંદ્ર) પણ કમલિનીની શોભાને રાત્રે જ હરણ કરે છે. (૧૪૪).