________________
५६०
श्री मल्लिनाथ चरित्र निशायां भुज्यते नापि, पूज्यते भगवान् जिनः । वन्द्यन्ते गुरवः श्वेताम्बराः शान्तिपरायणाः ॥५१॥ सर्वथा जीवरक्षार्थं, यतन्ते कुलजा मम । इत्यतो नाधिकं वेद्मि, बाल्यतः पृथिवीपते ! ॥५२॥ निशम्येति नृपोऽवोचद्, धन्यं श्राद्धकुलं क्षितौ । यस्मिन् बाला अपि दयाप्रकृष्टाः शिष्टताजुषः ॥५३।। बालका अपि यत्रेदृग्जीवरक्षापरायणाः । ये पुनर्जातसिद्धान्तास्ते कीदृक्षाः क्षमातले ? ॥५४॥ प्रशस्येति श्राद्धकुलं, सुदत्तं दत्तशासनम् ।
अङ्गरक्षकनेतृत्वे, चकार क्षोणिनायकः ॥५५॥ અગ્નિમાં નાંખતા નથી. (૫૦)
રાત્રે ભોજન કરતા નથી. શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરીએ છીએ. ક્ષમાધારી શ્વેતાંબર ગુરુને વંદન કરીએ છીએ. (૫૧)
તેમજ મારા કુળમાં જન્મેલા સર્વમાનવો સર્વથા જીવરક્ષા કરે છે. હે ભૂપાલ ! હું બાળક છું એટલે એનાથી અધિક કાંઈ જાણતો નથી.” (પર).
આ પ્રમાણે બાળકના વચન સાંભળી રાજા કહેવા લાગ્યો કે, “અહો ! પૃથ્વી પર શ્રાવકકુળને ધન્ય છે જેમાં બાળકો પણ દયાળુ અને શિષ્ટતાયુક્ત હોય છે. (૫૩)
અહો ! જે જાતિમાં અજ્ઞાન બાળકો પણ આવા જીવદયા પરાયણ છે. તો તે જાતિમાં સિદ્ધાંતજ્ઞ માનવો તો કેવા ઉત્તમ હશ? (૫૪)
એ રીતે શ્રાદ્ધકુળની પ્રશંસા કરી સુદત્તને રાજાએ પોતાના