________________
५६१
સપ્તપ: સા:
नृपाङ्गरक्षां कुर्वाणस्तीर्थनाथार्चनोद्यतः । कुलीनललनोद्वाही, दानशौण्डः प्रशान्तधीः ॥५६॥ श्रीचन्द्रप्रभतीर्थेशसमीपे श्रावकव्रतम् । आदाय विधिना शुद्धं, सम्यक्त्वविधिबन्धुरम् ॥५७|| पर्यन्तेऽनशनं कृत्वा, परमेष्ठिस्तवं स्मरन् । मृत्वा माहेन्द्रकल्पेऽभूत्, तस्माद् निर्वाणमेष्यति ॥५८॥ सुदत्तस्य यथा जातमिहाऽमुत्र श्रियां पदम् । तथान्येषामपि भवेत्प्राणिनां वधरक्षणात् ॥५९॥
અંગરક્ષકોમાં અગ્રણી અંગરક્ષક બનાવ્યો. (૫૫)
પછી રાજાની અંગરક્ષા કરતા, શ્રીજિનેશ્વરભગવંતની પૂજામાં તત્પર, દાનધર્મમાં પરાયણ, કુલીન લલના સાથે લગ્ન કરનાર, પ્રશાંત બુદ્ધિશાળી સુદત્તે (પ૬)
શ્રીચંદ્રપ્રભ ભગવંતની પાસે સમ્યક્તથી વિભૂષિત શુદ્ધ શ્રાવકના વ્રત વિધિપૂર્વક અંગીકાર કર્યા. (૫૭)
સારી રીતે પાલન કરી પ્રાંતે અનશન કરી, પંચપરમેષ્ઠિ સ્મરણ કરતાં મરણ પામી માહેન્દ્ર દેવલોકમાં તે દેવ થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી તે નિર્વાણ પદને પામશે. (૫૮)
જેમ જીવદયાથી સુદત્તને આ ભવ-પરભવમાં સંપત્તિ પ્રાપ્ત થઈ તેમ જીવરક્ષા કરવાથી અન્ય જીવોને પણ અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થયા છે. (૫૯)
ઇતિ પ્રથમવત ઉપર સુદત્તકથા. આ કથા સાંભળી કુંભરાજા અંજલિ જોડી ભગવંતને નમસ્કાર કરી બોલ્યો કે, હે ભગવન્ધન્ય છે સુદત્ત કે જે બાલ્યવયમાં