________________
HH: સ: राजकीयभटेनाऽपि, पृष्टं मूर्छानिबन्धनम् । दुःखं जगाद निःशेष, जननीमरणावधि ॥२६।। इतश्च सूद आगत्य, मूल्यमेतस्य पृष्टवान् । सोऽवोचदेनं मूल्येन, न विक्रीणामि सन्मते ! ॥२७॥ एतस्य मूल्यवित्तेन, न कर्तास्मि सुरालयम् । न न्यूनं पूरणं भावि, दारिद्र्योपहतस्य मे ॥२८॥ दुःखितस्याऽस्य नो कर्तुं, भृतियुक्ता स्वपुत्रवत् । परं तुभ्यं प्रयच्छामि, स्नेहेनैनं धनं विना ।।२९।। मुधा संप्राप्य हृष्टः सन्, सूदस्तस्माद् न्यवर्तत ।
अगादपि निजावासं, भोजयामास तं स्वयम् ॥३०॥ દુઃખપૂર્વક માતાના મરણ સુધીની વાત કહી સંભળાવી (૨૬)
એવામાં કોઈ રસોયાએ આવી તેનું મૂલ્ય પૂછ્યું. એટલે તે સુભટ બોલ્યો કે, “હે સન્મતિ ! મૂલ્ય લઈ હું એનો વિક્રય કરનાર નથી. (૨૭)
એના મૂલ્યના ધનથી હું કાંઈ દેવભવન બંધાવી શકું તેમ નથી. તથા દારિદ્રયથી હણાયેલા મારે જે ન્યૂનતા છે તે પૂર્ણ થવાની નથી. (૨૮).
વળી દુઃખી એવા તેનું સ્વપુત્રની જેમ ભરણપોષણ કરવું તે પણ મને પાલવે તેમ નથી. માટે કાંઈપણ મૂલ્ય લીધા વિના સ્નેહથી હું આ બાળક તને આપું છું.” (૨૯)
એ રીતે વિના મૂલ્ય બાળક મળવાથી રસોયો હર્ષ પામ્યો અને તેને લઈ ત્યાંથી પાછો ફર્યો અને પોતાના ઘરે જઈ તેને ભોજન કરાવ્યું (૩૦)