________________
५५६
श्री मल्लिनाथ चरित्र गृहीतो राजसौधेऽप्तौ, सूदेनौदनपक्तये । कारितश्च समादेशादिन्धनाऽऽनयनादिकम् ॥३१॥ प्रस्तावे जगदे तेन, हंहो बालक ! लावकान् । वंशकम्बादिनिष्पन्नपञ्जराद् निरवासय ॥३२॥ विदधानो दयां चित्ते, पञ्जराद् लावका मया । તાત ! સર્વે વિનિક્l, ચૌખીનિવેશત: રૂઝll इत्युक्तवन्तं तं सूदः, कम्बया समताडयत् । मुग्धोऽयमिति तं बालं, विततर्क निजे हृदि ॥३५।। द्वितीयेऽयमुनाऽऽदिष्टो, लावकान् बालकाऽधुना । वक्रां ग्रीवां विधायाऽऽशु, पञ्जरेभ्यः समानय ॥३६।।
પછી રસોયો તેને રાજમંદિરમાં લઈ ગયો અને ત્યાં ભાત રાંધવા માટે ઈંધનાદિ લાવવાનો તેને આદેશ કર્યો. (૩૧)
એવામાં પ્રસંગોપાત્ત તેણે કહ્યું કે- “હે બાળક ! વાંસ અને કંબાદિના પાંજરામાંથી લાવકો (પક્ષી વિશેષ) ને બહાર કાઢ.
(૩૨)
આથી દિલમાં દયા લાવી પાંજરામાંથી તેણે બધા લાવકોને છોડી મૂક્યા એટલે તે પક્ષીઓ તરત આકાશમાં ઉડી ગયા. (૩૩)
ક્ષણવાર પછી તે રસોયા પાસે આવીને કહેવા લાગ્યો કે, હે તાત ! આપના આદેશથી પાંજરામાંથી મેં બધા લાવકોને છોડી મૂક્યા.” (૩૪)
તે સાંભળી રસોયાએ તે ચાબુકથી તેને માર માર્યો અને આ મુગ્ધ છે. એમ મનમાં સમજી લીધું. (૩૫)
બીજા દિવસે તેણે આદેશ કર્યો કે - “હે બાળક ! હવે