________________
५५२
श्री मल्लिनाथ चरित्र स्वदेशमथनं श्रुत्वा, तानभिप्राहिणोद् बलम् । अध्यासामासुरेतेऽपि, दुर्गं दुर्ग्रहमाग्रहात् ॥१२॥ विक्रमस्य बलैस्तेषां ग्रामग्रामा उपद्रुताः । अत्युग्रकृतपापानामिह लोकेऽपि यत्फलम् ॥१३।। सुदत्तग्रामवास्तव्यः, सुदत्तो वणिगात्मभूः । सप्तवर्षप्रमाणाङ्गो, विधृतः केनचिद् हठात् ॥१४|| अथाऽऽनीतः पुरे राजगृहे राजभटेन सः । धृतश्च पूलकं दत्त्वा, मस्तकेऽसौ चतुष्पथे ॥१५॥ अन्येन केनचित् तत्र, सुदत्तस्य जनन्यपि । तदा विक्रेतुमारब्धा, पुरस्तात्पुत्रनेत्रयोः ॥१६।।
આ પ્રમાણે પોતાના દેશ ઉપર થતાં ઉપદ્રવ સાંભળી વિક્રમરાજાએ તેમની સામે પોતાનું લશ્કર મોકલ્યું. (૧૨)
એટલે એમણે ત્યાં જઈ તે સીમાડાના રાજાઓના ગામોમાં ઉપદ્રવ કર્યો. કારણ કે અતિ ઉત્કટપાપનું ફળ આ લોકમાં જ મળે છે. (૧૩)
એ સમયે સુદત્તગામવાસી ૭ વર્ષની વયવાળા સુદત્ત વણિપુત્રને કોઈએ બલાત્કારથી બંદી તરીકે પકડ્યો. (૧૪)
અને તે રાજસુભટે તેને રાજગૃહમાં લાવી મસ્તક ઉપર તૃણનો (વાસ) પૂળો મૂકી ચતુષ્પથમાં વેચવા ઉભો રાખ્યો. (૧૫)
તે સમયે બીજો કોઈ રાજપુરુષ સુદત્તની માતાને લાવી પુત્રની નજર સમક્ષ જ વેચવા લાગ્યો. (૧૬)
એટલે તે બંને એકબીજાને જોઈ કરૂણસ્વરે રૂદન કરવા લાગ્યા.