________________
સપ્તમ: સf: हिंसाया लवमात्रेणोपार्यते पातकं महत् । कालकूटकणेनाऽपि, नरः किं न विनश्यति ? ॥७॥ प्राणातिपातविरतिं, ये कुर्वन्ति विवेकिनः । प्रेत्य सर्वश्रियः पात्रं, ते भवन्ति सुदत्तवत् ।।८।। तथाहि मागधेष्वस्ति, स्वस्तिवल्लीघनाघनम् । पुरं राजगृहं नाम, गृहं सकलसंपदाम् ॥९॥ विश्वविश्वम्भराधीशनिषेवितपदद्वयः । विक्रमस्तत्र भूपालस्त्रिविक्रम इव श्रिया ॥१०॥ अन्येद्युः सीमभूपालैः, प्रान्तो देशः कदर्थितः । बन्दिग्राहं च विधृतास्तत्रत्याः कोटिसञ्चयाः ॥११॥
નીપજતું નથી ? (૭)
જે વિવેકી લોકો પ્રાણાતિપાતવિરતિને કરે છે તે પરલોકમાં સુદત્તની જેમ સર્વ લક્ષ્મીના પાત્ર થાય છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે. (૮)
પ્રથમવ્રત ઉપર સુદત્તની કથા:મગધદેશમાં કલ્યાણવેલડીને વૃદ્ધિ પમાડનાર મેઘ સમાન અને સર્વસંપત્તિના સ્થાનભૂત રાજગૃહ નામે નગર છે. (૯)
ત્યાં વિશ્વના સઘળા રાજાઓએ જેના ચરણદ્વયની સેવા કરી છે અને લક્ષ્મીથી ત્રિવિક્રમસમાન વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. (૧૦)
એકવાર સીમાડાના રાજાઓએ તેના પ્રાંતદેશની કદર્થના કરી અને ત્યાં વસનારા ધનવંતોને બંદીવાનની જેમ પકડી લીધા. (૧૧)