________________
५४७
પB: : विदधेऽनशनं कर्तुमसमर्थो व्रतं नलः । नलानुरागतश्चक्रे, दवदन्त्यपि तत् तथा ॥५५६।। नलो मृत्वा कुबेरोऽभूद, भीमजा दयिताऽस्य च । तत्रापि हि तयोः स्नेहो, महानजनि पूर्ववत् ॥५५७॥ च्युत्वाऽथ पेढालपुरे, हरिश्चन्द्रनृपौकसि । भैमी लक्ष्मीवतीकुक्षौ, सुता कनकवत्यभूत् ॥५५८।। स्वयंवरे तां च वरेण्यमूर्तिरथोपयेमे दशमो दशार्हः । साधार्मिकी धर्मकथासु लीना, कलङ्कहीना समयं निनाय ॥५५९।। पौत्रे सागरचन्द्रनामनि बलस्योच्चैर्गते स्वगितां ।।
गेहस्थाऽपि भवस्थितिं सविनया सा चिन्तयन्ती मुहुः । અને તેના સ્નેહાનુરાગથી દમયંતીએ પણ અનશન અંગીકાર કર્યું. (૫૫૬)
નળરાજર્ષિ કાળ કરી સૌધર્મ ઇંદ્રના લોકપાળ ધનદ (કુબેર) થયા અને દમયંતી તેની સ્ત્રી થઈ. ત્યાં પણ પૂર્વની જેમ તેમને પરસ્પર ગાઢ સ્નેહ થયો. (૫૫૭)
ત્યાંથી ચ્યવીને દમયંતી પેઢાલપુરમાં હરિશ્ચંદ્ર રાજાની લક્ષ્મીવતી રાણીની કુક્ષિમાં કનકવતી નામે પુત્રી થઈ. (૫૫૮)
તેને સ્વયંવરમાં પ્રશસ્તમૂર્તિવાળા દશમા દશાઈ વસુદેવ પરણ્યા. ત્યાં ધર્મકથામાં લીન, કલંકરહિત, ધાર્મિકવૃત્તિવાળી તે ઉત્તમ પ્રકારે સમય પસાર કરવા લાગી. (૫૫૯)
એકવાર સાગરચંદ્ર નામે બળભદ્રનો પૌત્ર અચાનક સ્વર્ગસ્થ થતાં તે કનકવતી ગૃહવાસમાં છતાં ભવસ્થિતિનું વારંવાર ચિંતન કરતાં અનિત્યતાનો વિચાર કરતાં કેવલજ્ઞાન પામી. પછી