________________
પB: સઃ एकमुष्टिप्रहारेण नलः फलान्यपातयत् । अष्टादश सहस्राणि, कथितानि तथाऽभवन् ।।५०९।। ददौ कुब्जोऽश्वहद्विद्यां दधिपर्णाय वर्ण्यधीः । विद्यां च फलसंख्यायाः, स तस्माद् विधिनाऽऽददे ॥५१०॥ स रथः कुण्डिनाभ्यर्णं, यातः प्रातर्नलेरितः । निशान्तेऽथ निशान्तस्था, भैमी स्वप्नं तदैक्षत ॥५११॥ तत्पित्रेऽकथयच्चैवं, जाने निर्वृतिदेवता । कोशलोद्यानमानीयाऽदर्शयद् गगनाङ्गणे ॥५१२।।
તમારે કાળવિલંબથી ગભરાવું નહિ. એમ કહી રથ ઊભો રાખીને એક મુષ્ટિના પ્રહારથી તેણે બધા ફળો જમીન પર પાડી નાંખ્યા. રાજાએ કહ્યું કે, તે અઢાર હજાર છે. (૫૦૯)
નળે ગણત્રી કરી તો તેટલાં જ હતા. પછી પ્રશસ્ત બુદ્ધિવાળા એવા કુષે અશ્વ ચલાવવાની વિદ્યા દધિપર્ણ રાજાને આપી અને ફળ સંખ્યા જાણવાની વિદ્યા તેની પાસે વિધિપૂર્વક પોતે ગ્રહણ કરી. (૫૧૦)
એવામાં પ્રાતઃકાળ થતાં નળથી પ્રેરિત રથ કુંડિનપુર નજીક આવી પહોંચ્યો. અહીં પ્રભાતે અંતઃપુરમાં રહેલી દમયંતીએ સ્વપ્ર જોયું (૫૧૧)
દમયંતી સુપન દેખે મનોહર આજ.
સુણી નૃપ ભાખે મળશે વાલમ તુજ. અને પિતાને કહ્યું કે, “હે તાત ! મને બરાબર ખ્યાલ છે કે આજે શાસનદેવીએ કોશલાનું ઉદ્યાન ગગનાંગણમાં લાવી મને બતાવ્યું. (૫૧૨)