________________
५३८
श्री मल्लिनाथ चरित्र आरूढा फलितं चूतं, तदादेशात् तयाऽम्बुजम् । हस्तेऽपितं च मे पक्षी, पुराऽऽरूढोऽपतत् ततः ॥५१३।। भीमोऽवोचत् सुते ! स्वप्नो, मनोज्ञोऽयं तथाह्यसौ । देवता पुण्यराशिस्ते, उद्यानं राज्यमद्भुतम् ।।५१४।। चूतारोहः पतिसङ्गोऽपतत् पक्षीव कूबरः । प्रातः स्वप्नेक्षणाद् मन्ये, मिलिष्यत्यद्य ते नलः ॥५१५।। युग्मम् तदा पूर्वारगं कश्चिद्, दधिपर्णमजिज्ञपत् । भीमोऽभ्यागम्य चालिङ्ग्यातिथ्यं कृत्वा तमब्रवीत् ॥५१६।।
પછી તેના આદેશથી હું એક ફલિત આમ્રવૃક્ષ પર આરૂઢ થઈ એટલે તેણે મારા હાથમાં એક કમળ આપ્યું. એ સમયે તે વૃક્ષ ઉપર પૂર્વે આરૂઢ થયેલ એક પક્ષી તેના ઉપરથી પડી ગયું.” (૫૧૩).
તે સાંભળી ભીમરાજા બોલ્યો કે, “હે સુતે ! આ સ્વપ્ર ખૂબ જ સુંદર છે. શાસનદેવી તે તારો પુણ્યરાશિ અને મનોહર ઉદ્યાન તે અદ્દભુત રાજ્ય સમજવું. (૫૧૪)
આમ્રવૃક્ષ ઉપર આરોહણ તે પતિસમાગમ અને પક્ષીનું પતન તે કુબરનું પડવું સમજવું. વળી આ સ્વપ્ર તે પ્રભાતે જ જોયેલું હોય મારી ધારણા પ્રમાણે તને આજે જ નળરાજા મળશે. (૫૧૫)
આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો ત્યાં કોઈએ આવી નિવેદન કર્યું કે, રાજન્ ! “દધિપર્ણ રાજા નગરના દ્વાર પાસે આવી પહોંચ્યા છે.” એટલે ભીમરાજા તેની સન્મુખ ગયા અને આલિંગનપૂર્વક મળી આતિથ્ય કરી બોલ્યા. (૫૧૬)
તમારો કુબ્ધ રસોઈયો સૂર્યપાક રસોઈ જાણે છે. તેને કરી