________________
ષષ્ઠ: સર્વાં
गजाजीवा गजस्याऽस्य, पृष्ठि दूरेण तत्यजुः । उद्यानवृक्षानाक्षेपात् स बभञ्ज प्रभञ्जनः || ४४२ ॥
भूपतिर्दधिपर्णोऽथ, क्षिप्रं वप्रोपरि स्थितः । मत्तं मतङ्गजं कर्तुमसमर्थो वशंवदम् ||४४३||
अवादीदिति विस्पष्टं, गजं यः कुरुते वशम् । ददामि वाञ्छितं तस्य, कोऽप्यस्ति द्विपशिक्षकः ? ||४४४||
कुब्जस्तद्वाक्यमाकर्ण्य, करिणं प्रत्यधावत । गजश्च गर्जन् पर्जन्य, इवाऽभ्यागाद् नलं प्रति ॥४४५॥
म्रियते म्रियते कुब्ज, इति लोके वदत्यपि । शिक्षावशेन खेदित्वा, वशीचक्रे नलो द्विपम् ॥४४६॥
५२३
મહાવતોએ દૂરથી જ તે હાથીની પુંઠ તજી દીધી હતી. વળી આક્ષેપથી પ્રચંડવાયુ સમાન તે હાથી ઉદ્યાનના વૃક્ષોને ભાંગી નાંખતો હતો. (૪૪૨)
તે મદોન્મત્ત હાથીને વશ કરવા અસમર્થ દધિપર્ણરાજા તરત કિલ્લા ઉપર જઈ બેઠો (૪૪૩)
અને ઉંચા સ્વરે ઘોષણા કરી કે, “એવો કોઈ ગજ શિક્ષક છે કે જે હાથીને વશ કરે ? જે તેને વશ કરશે તેને હું મનોવાંછિત આપીશ.” (૪૪૪)
આ પ્રમાણે સાંભળી તે કુબ્જ હાથી ત૨ફ દોડ્યો એટલે હાથી પણ મેઘની જેમ ગર્જારવ કરતો તેની સામે આવ્યો. (૪૪૫)
એવામાં આ કુબ્જ મર્યો-મર્યો એમ લોકોનો કોલાહલ થયો. ત્યાં તો યુક્તિવડે ખેદ પમાડી તેણે હાથીને વશ કર્યો. (૪૪૬) અને પછી ગરૂડની જેમ આશ્ચર્યયુક્ત દષ્ટિએ લોકો તેને જોઈ